હજુ તો કોરોના ગયો નથી ત્યાં તો ચીનમાં નવા વાયરસનો ડર, 35 લોકો લાંગ્યા વાયરસથી સંક્રમિત – વિશ્વભરમાં મચ્યો ખળભળાટ

134
Published on: 7:01 pm, Wed, 10 August 22

કોરોના વાયરસ અને મંકીપોક્સ વાયરસ હજી ખતમ નથી થયો ત્યાં હજી એક નવો રોગ જોવા મળ્યો છે. આ વિશ્વવ્યાપી પ્રકોપ વચ્ચે ચીનમાં એક નવા વાયરસે લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ચીનમાં, આ વાયરસની ઓળખ ઝૂનોટિક લોંગ્યા વાયરસ(Zoonotic Langya virus) તરીકે કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 35 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે.

ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતમાં લાંગ્યા વાયરસ જોવા મળ્યો છે. તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, લાંગ્યા વાયરસે લગભગ 35 લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. તાઈવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હિસિઆંગના જણાવ્યા અનુસાર, આ વાયરસમાં માનવ-માણસમાં કોઈ સંક્રમણ નથી, પરંતુ એવું કહી શકાય નહીં કે વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે નહીં.

બકરીઓ અને કૂતરાઓમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા:
સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલે કહ્યું કે પાલતુ પ્રાણીઓ પરના સર્વેમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં 2% કેસ બકરામાં અને 5% કુતરાઓમાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે 25 જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ પર કરવામાં આવેલા પરીક્ષણોના પરિણામો સૂચવે છે કે આ લાંગ્યા હેનીપાવાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ છછુંદર હોઈ શકે છે.

આટલું જ નહીં, ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલ “A zoonotic henipavirus in the febrilepatis in China” માં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં એક નવો હેનીપાવાઈરસ ઓળખવામાં આવ્યો છે, જે માનવોમાં તાવની બીમારીનું કારણ બની રહ્યો છે.

વાયરસના લક્ષણો:
મળતી માહિતી અનુસાર, 35 દર્દીઓમાંથી 26 દર્દીઓમાં તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વેત રક્તકણોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દર્દીઓમાં લો પ્લેટલેટ્સ, લિવર ફેલ્યોર અને કિડની ફેલ્યોર જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…