દિલથી સલામ છે આ અમદાવાદી યુવાનને! વિકલાંગ હોવા છતાં રાત’દિ જોયા વિના કરે છે ઝોમેટોની પાર્સલ ડિલિવરી

154
Published on: 3:29 pm, Thu, 28 October 21

23 વર્ષીય હિતેષ ડાંગી નામનો આ નવયુવાન બાળપણમાં ચાલતાં શીખ્યો જ હતો કે, ત્યાં ખોટી રીતે અપાઈ ગયેલા રસીના ઈન્જેક્શનને લીધે તેનો ડાબો પગ ઈશ્વરે છીનવી લીધો હતો. જીવનભરની ખોટ રહી ગઈ હતી. બે કાંખઘોડીના આધારે ચાલવું પડે એવી હાલત થઈ હતી. ઈશ્વરે હિતેષનો પગ છીનવી લીધો પરંતુ હૈયામાં હામ ભરપૂર આપ્યું. જેની બે કાંખઘોડીને જ સફળતાની સીડી બનાવી નાખી હતી.

ઓફિસમાં બેઠાં-બેઠાં કામ કરનાર કર્મચારીને પગના અંગૂઠામાં વાગી ગયું હોય તો પણ બોસને ફોન કરીને કહી દેતા હોય છે કે, હું બે-ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરીશ. જયારે હિતેષને તો એક પગ જ નથી એમ છતાં પણ એ અમદાવાદમાં ફરીને ફૂડ પાર્સલ ડિલિવરી કરવાનું કામ કરી રહ્યો છે. જાણીએ હિતેષની જિંદગીની અનોખી સફર વિશે…

બે મહિના કોલ સેન્ટરમાં કામ કર્યું:
હિતેષ ડાંગીનું વતન દાહોદમાં આવેલ પીપલેટ ગામ છે કે, જ્યાં કામ તો મળે નહીં એટલે કામની શોધમાં આ પરિવાર અમદાવાદ આવ્યો હતો. પિતા કલશીંગભાઇ તેમજ હિતેષના 2 નાનાં ભાઈઓ મજૂરી કરે છે. હિતેષે કોલ સેન્ટરમાં પણ કામ કર્યું હતું. 2 મહિના સુધી કામ કર્યું પણ ફાવ્યું ન હતું.

બાદમાં એવું નક્કી કર્યું હતું કે, અમદાવાદ છોડીને પોતાના ગામ પીપલેટ જવું પડ્યું હતું. ગામડે પહોંચીને હિતેષે કરિયાણાની નાનકડી દુકાન ચાલુ કરી હતી. દુકાન થોડા દિવસ ચલાવી ત્યાં તો કોરોના આવ્યો તેમજ લોકડાઉન પણ આવ્યું હોવાથી દુકાન બંધ કરવી પડી હતી.

અમદાવાદ આવીને ફરી નોકરીની શોધ કરી:
ગામમાં શરુ કરેલ દુકાન બંધ કરવી પડી હતી તેમજ દોઢ વર્ષ ખરાબ ગયું હતું. પૈસા પણ પુરા થઈ ગયા હતા. હવે? બાદમાં હિતેષ, તેના પિતા તથા ભાઈઓએ પણ નક્કી કર્યું હતું કે, આપણે બધા અમદાવાદ જતાં રહીએ. કાંઇને કાંઇ કામ મળી રહેશે. ડાંગી પરિવાર કામની શોધમાં અમદાવાદ આવ્યો હતો. પિતા તથા ભાઈઓને કન્સ્ટ્કશન સાઈટ પર મજૂરી કામ મળ્યું હતું.

મહેનતની બચતથી ખરીદ્યું સ્કુટર:
ઝોમેટોના નિયમો જાણ્યા બાદ હિતેષે સૌપ્રથમ કામ સ્કુટર ખરીદવાનું કર્યું હતું. સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદ્યા બાદ તેને થ્રિ-વ્હીલ કરાવીને એમાં કાંખઘોડીનું સ્ટેન્ડ કરવું, આ બધું થઈને 40,000 રૂપિયાનો ખર્ચ થતો હતો. હિતેષ પાસે પોતાની બચતના 20000 રૂપિયા હતા. દિવ્યાંગ તરીકે તેને સમાજ કલ્યાણ વિભાગમાંથી 20,000 રૂપિયાની સહાય મળી હતી.

દરરોજ 13 કલાક કરે છે કામ, બપોરે જમતો પણ નથી:
લોકોને ઘરે-ઘરે ભોજન પહોંચાડતો હિતેષ બે ઓર્ડર હાથમાંથી જતા રહે એના માટે પોતે ઘરે જમવા પણ જતો નથી! દરરોજ સવારે 8 વાગ્યે ઘરેથી નીકળી જાય છે. ઘાટલોડિયાથી બોડકદેવ પહોંચે. ત્યાં ઓનલાઇન થાય એટલે ધડાધડ ઓર્ડર આવવા લાગે છે. હિતેષ જણાવે છે કે, પહેલાં તો મોબાઈલ ફૂલ ચાર્જ કરીને નીકળતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…