અડધી રાત્રે પ્રેમિકાને ચાર્જર આપવા પહોંચ્યો પ્રેમી… પછી જે થયું તે જાણીને તમે ચોંકી જશો

Published on: 1:19 pm, Mon, 7 June 21

આપણે સૌ અવારનવાર યુવક યુવતીના પ્રેમના કિસ્સાઓ કોઈના કોઈ માધ્યમથી જાણતા હશું કે સાંભળતા હશું. ઘણી વખત યુવક અને યુવતીના પ્રેમસબંધો વિશે ઘરના સભ્યોને ખબર પડી જતા આપઘાત કરી લેતા હોય છે અથવા તો યુવતીના ઘરના સભ્યો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો વલસાડથી સામે આવ્યો છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

વલસાડ જીલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ જીલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતી એક યુવતીને તે જ વિસ્તારના એક યુવક સાથે પ્રેમસબંધ હતા અને તેઓ એક બીજા સાથે ફોન પર વાતચીત પણ કરતા હતા. વાતચીત દરમિયાન રાત્રીના સમયે યુવતીના મોબાઈલ ફોનની બેટરી લો થઇ ચુકી હતી. જોકે યુવતી પાસે પોતાના મોબાઈલ ફોનનું ચાર્જર ન હોવાને કારણે તેમણે પોતાનો ફોન ચાર્જ કરવા માટે પ્રેમી પાસે ચાર્જર મંગાવ્યું હતું.

પ્રેમિકાએ પોતાના પ્રેમી પાસે મોબાઈલનું ચાર્જર મંગાવ્યું હતું. જેમને લીધે યુવક અડધી રાત્રે પ્રેમિકાને ચાર્જર આપવા માટે તેમના ઘરે પહોચ્યો હતો. જોકે આ અંગે યુવતીના ઘરના સભ્યોને ખબર પડી જતા યુવક હજુ પ્રેમિકાને મળે તે અગાઉ જ પરિવારના સભ્યોએ યુવકને પકડી પાડ્યો હતો અને યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

યુવકને ઢોર માર મારવામાં આવતા તેમણે ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રેમિકાના ઘરના સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર ઘટના અંગે ડુંગરી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે જાનથી મારી નાખવાની ધમકી અને મારામારીની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.