ઓનલાઈન અભ્યાસ દરમિયાન 15 વર્ષની અમદાવાદી છોકરીએ એવા કાંડ કાર્ય કે, માતા-પિતાને આવી ગયો હાર્ટ એટેક

299
Published on: 11:20 am, Sun, 28 November 21

કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં ઓનલાઇન શિક્ષણ નું ચલણ વધી રહ્યું છે. આ દરમિયાન એવી ઘટનાઓ સર્જાઇ છે, કે જેના કારણે ઓનલાઇન શિક્ષણ કલંકિત થયું છે. હાલ આવી જ એક ઘટના અમદાવાદ માંથી સામે આવી છે. ઓનલાઇન શિક્ષણ દરમિયાન અમદાવાદી યુવતીએ એવા કાંડ કર્યા હતા કે માતા-પિતાને હાર્ટ એટેક આવી ગયો હતો.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ઓનલાઇન ભણવાના નામે ૧૫ વર્ષીય સગીરાએ પોતાના ગુપ્ત ભાગના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આટલું જ નહીં પરંતુ આ યુવતી તેની માસીની દીકરી ને પણ આવું કરવા કહ્યું હતું. જ્યારે આ વાતની જાણ તેના માતા-પિતાને થઈ ત્યારે તેમને હાર્ટ એટેક આવી ગયો હતો.

માતા-પિતાએ આવું ન કરવા યુવતીને ઘણી સમજાવી હતી પરંતુ તેમ છતાં યુવતીએ આવી હરકતો ચાલુ જ રાખી હતી. છેવટે કંટાળીને માતાએ મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ની મદદ લીધી હતી અને પોતાની દીકરીને ઘરમાં રાખવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતીએ પોતાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ડીલીટ કરવાની અને ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન આપવાની બાંયધરી આપી હતી, જેના કારણે ફરીથી તેને ઘરમાં રહેવા મંજૂરી આપી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય જાનવી ( નામ બદલેલ છે) તેમના પરિવાર સાથે રહે છે. કોરોના ના કારણે ઘરે બેઠા જ ઓનલાઇન ભણવાનું થતા માતા-પિતાએ દીકરીને ફોન અપાવ્યો હતો, સાથે સાથે કોઈ પ્રકારની તકલીફ ન પડે એ કારણોસર અલગથી રૂમ પણ આપ્યો હતો. પરંતુ જાનવીનું ધ્યાન ભણવા કરતાં બીજી બધી પ્રવૃતિમાં વધવા લાગ્યું હતું. જાનવી પાસે રહેલા ફોનનો દુરુપયોગ પણ કરવા લાગી હતી.

ઓનલાઇન શિક્ષણ પડતું મૂકીને જાનવી એકલતાનો લાભ લઇ પોતાના ગુપ્ત ભાગના ફોટા પાડતી હતી. પહેલા તો ફકત ફોટા પાડતી હતી પરંતુ ધીરેધીરે વિડિયો પણ ઉતારવાના શરૂ કર્યા હતા. વાત અહીંયા જ સીમિત રહેતી નથી પરંતુ જાનવીએ આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાના શરૂ કરી દીધા હતાં. ૧૫ વર્ષીય જાનવીને આવી હરકતોમાં મજા આવવા લાગી હતી.

જાનવી પોતે જ નહિ પરંતુ પોતાની માસીની દીકરી ને પણ આવું કરવા કહ્યું હતું. જ્યારે તેણે તરત જ તેની માતાને જાણ કરી હતી. જાનવીના માતા પિતાને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી. પહેલી વાર માં પોતાની દીકરીની આવી વાતો સાંભળીને માતા પિતાને એટેક આવી ગયો હતો. શરૂઆતમાં જાનવી ને ખૂબ સમજાવી પરંતુ થોડા દિવસોમાં હતી ને એવી થઇ ગઇ હતી. છેવટે જાનવીના મમ્મી એ હેલ્પલાઇન 181 ની મદદ લીધી હતી.

મહિલા હેલ્પ લાઇનની ટીમે જાનવીના ઘરે જઈને તેને સાયબર ક્રાઇમ અને ચાઈલ્ડ હેલ્પલાઈન વિશેની માહિતી આપી આવી હરકતો બીજીવાર ન કરવા સમજાવી હતી. જાનવી ની આવી હરકતો જોઈ ને માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની જ ના પાડી દીધી હતી. છેવટે જાનવીને પોતે કરેલી આવી હરકતો પર પસ્તાવો થાય છે અને માતાને બાંહેધરી આપે છે કે હવે પછી તે આવું ક્યારેય નહીં કરે અને ભણવામાં ધ્યાન રાખશે. આવી જ રીતે હેલ્પલાઇન ટીમે નાની ઉંમરની જાનવીને આવી પ્રવૃત્તિઓ અને સાઇબર ક્રાઇમનો ભોગ બનતા બચાવી લીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…