તમે ખેડૂત ખાતેદાર છો? તો તમને મોબાઈલ ખરીદવા મળશે 40 ટકા સહાય, પ્રોસેસમાં લાગશે માત્ર પાંચ જ મીનીટ

1133
Published on: 4:50 pm, Wed, 23 February 22

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સહાય વિતરણ પ્રતિકરૂપે 33 ધરતીપુત્રોને ₹1.84 લાખની સહાય અર્પણ કરી પ્રારંભ કરાવ્યો હતો. તેમજ આ યોજનાના પ્રારંભે રાજ્યમાં 5911 ખેડૂતોને ₹3.37 કરોડની સહાય રકમ ચુકવવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાધવજીભાઇ પટેલ, રાજ્યકક્ષા મંત્રી મુકેશભાઇ પટેલ, રાજ્યકક્ષા મંત્રી દેવાભાઇ માલમ, રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિઢોળ, સચિવશ્રી, અધિકારીઓ તેમજ લાભાર્થી ખેડૂતભાઇઓ ઉપસ્થીત રહ્યા હતા.

માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યના 25,000 ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને સહાય સીધી તેમના બેંક ખાતામાં મળી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ડિજીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ડિજીટલ ક્રાંતિની આ સદીમાં અત્યંત ઉપકારક એવા સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી રાજ્યનો કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી રાજ્ય સરકારની નેમ છે. ગુજરાત સરકાર દ્વારા ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત સરકારી ઠરાવ તા-20/11/2021 ના રોજ કરવામાં આવેલ છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આજ રોજ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતો ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો વધુમાં વધુ લાભ લે તે અંત્યત ડીઝીટલ માર્કેટમાં ટાંકી શકે તે હેતુસર સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું. ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.

ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે, ગુજરાતના ખેડૂતો પાસે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે અને આ યોજના ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજનાની માત્ર જાહેરાત 28 ડિસેમ્બર 2001ના રોજ કરવામાં આવેલી હતી. અહિયાં કલીક કરીને કરી અરજી….

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં લાભાર્થીની પાત્રતા:
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.

જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ (Benefits of Mobile Sahay Yojana)
જે ગુજરાતના ખેડૂતો આ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા વિચાર કરે છે તો તેમને જણાવી દઉં કે તેમની નીચે આપેલા બધા જ લાભ મળવાપાત્ર થશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં ખેડૂતોને મળવા પાત્ર લાભ:
ખેડૂત મોબાઈલ સહાય યોજના જો ખેડૂત સ્માર્ટ ફોન ની ખરીદી કરે તો તો તેને બાળપણ ની ખરીદી પર સહાય આપવામાં આવ્યા છે. જો ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ હોત રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા પંદરસો રૂપિયા માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર હશે.

દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 9 હજારની કિંમતમાં પણ ખરીદે છે અને તે કિંમતના 10 ટકા મુજબ તેમને 900 રૂપિયા સહાય મળશે જ્યારે લાભાર્થી ખેડૂતો દ્વારા હજાર રૂપિયાની કિંમતમાં પણ ખરીદે પણ તેમના 10% લેખે 1600 રૂપિયા થાય જ નિયમ અનુસાર તેમને પંદરસો રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

મોબાઈલ સહાય યોજનામાં પહેલા દસ ટકા વળતર આપવામાં આવતું હતું આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે જુઓ તો વ્યક્તિ હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું ભણતર મળવાપાત્ર થશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર:
ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
રદ કરેલ ચેકની નકલ
બેંક ખાતાની પાસબુક

સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
મોબાઈલનો IMEI નંબર
ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મળે?
નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે.?
આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ કઈ જગ્યાએ જમા કરવાની રહેશે?
આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લાભાર્થી ખેડૂતે સહી કરીને ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાના તાલુકા વિસ્તરણ અધિકારીશ્રીને જમા કરવાની રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…