
રામદેવ પીરનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે. હાલમાં એમનાં સમાધી સ્થળને લઈ કેટલીક રહસ્યમય વાતો લઈને આવ્યા છીએ. રાજસ્થાનમાં આવેલ પોખરણ નજીક રામદેવજીની સમાધી આવેલ છે. આ સ્થળની મહાનતા એટલી છે કે, લોકો દરરોજ જ ત્યાં દર્શનાર્થે ઉમટે છે. એમનાં મેળામાં તો લોકો દુર-દુરથી ચાલતાં એટલે કે પગપાળા ત્યાં અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રધ્ધા બાબા રામદેવ પીરની આગળ વ્યક્ત કરે છે.
ચાલો જાણીએ રામદેવજી ના સમાધિ સ્થળ વિશે આ મહત્વની વાતો. બાબા રામદેવજી પીર રાજસ્થાનના જાણીતાં લોક દેવતા છે. તેઓ સાંપ્રદાયિક સદભાવ અને અમનના પ્રતિક છે. બાબાનું અવતરણ વિક્રમ સંવત 1409માં ભાદ્રપદ શુક્લ બીજનાં દિવસે તોમર વંશીય રાજપૂત અને રુણીચાનાં શાસક અજમલજીના ઘરમાં થયુ હતું. એમની માતાનું નામ મીનલદેવ હતું. એમણે આખું જીવન શીષિત, ગરીબ તથા પિછડેલાં લોકોની વચ્ચે વિતાવ્યું હતું.
ભક્તો એમને પ્રેમથી રામાપીરનાં નામથી ઓળખતા હતાં. બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. એમણે હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુ જ નહીં પણ મુસ્લિમ સમુદાયનાં લોકો પીરોનાં પીર બાબા રામદેવ પીરનાં સજદેમાં માથું ઝુકાવે છે. મુસ્લિમ દર્શનાર્થી એમને “બાબા રામ સા પીર” કહીને બોલાવે છે.
રાજસ્થાનમાં આવેલ જેસલમેરથી અંદાજે 12 કિમી દૂર રુણીચા ગામમાં બાબાનું વિશાળ મંદિર આવેલ છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ લોક દેવતા પ્રત્યે ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે, પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્ત નમન કરવાં માટે ભારતમાં આવે છે. રામદેવ જયંતી પર અહીં થતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો એક મહિનો કરતાં પણ વધુ સમય સુધી ચાલે છે.
રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહી એમની પૂજા કરવામાં આવે છે તેમજ લાખો લોકો શ્રદ્ધા પૂર્વક નમન કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ વિશાળ મંદિર પરિસર તેમજ તેની આસપાસનાં કેટલાંક સ્થળો આસ્થાથી ભરપુર તથા દર્શનીય છે. એમાં મુખ્ય સ્થળ છે 54 વર્ષની ઉંમરમાં રામદેવપીરે વિ.સં. 1515ની સાલમાં ભાદરવા સુદ-11ને ગુરુવારના દિવસે રણુજામાં સમાધિ લીધી હતી.
દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના કુલ 2 દિવસ અગાઉ ભાદરવા સુદ-9ના રોજ સમાધિ લીધી હતી. રામદેવપીરે સમાધિ લીધી એનાં પછી રાણી નેતલદેને 2 જોડિયા પુત્ર અવતર્યા હતાં. જેમાંથી એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી રાખવામાં આવ્યું હતું. હાલમાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે. આ મંદીરની પાછળની તરફ રામ સરોવર આવેલ છે.
જે અંદાજે 150 એકરમાં ફેલાયેલું છે. આની સાથે જ કુલ 25 ફૂટ ઊંડું છે. વરસાદમાં સંપૂર્ણ ભરાઈ જતું હોવાને લીધેનાં આ સરોવર રમણીય સ્થાન બની જાય છે. એવી માન્યતા રહેલી છે કે, બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવનું ખોદકામ કરાવ્યું હતું. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. એવું કહેવામાં આવે છે કે, જાંભોજીનાં શ્રાપને લીધે આ સરોવર ફક્ત 6 મહિના સુધી જ ભરાયેલું રહે છે.
ભક્તજનો અહીં આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. આની સાથે જ આ તળાવનું જળ પોતાની સાથે લઇ જઈને નિત્ય એનું આચમન પણ કરે છે. પ્રચા બાવડી પણ મંદિરની નજીકમાં જ આવેલું છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે, આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ પ્રમાણે વાણિયા બોય્તાએ કરાવ્યું હતું.
લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં માટે આવે છે. માન્યતા પ્રમાણે આંધળાની આંખો, કોઢીને કાયા આપનાર આ જળ આ 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના તથા સરસ્વતીનું મિશ્રણ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…