રાજપીપળાની ખોડીયાર માતા વિશે તમે આ નહીં જાણતા હોવ આ અવનવી વાતો

Published on: 11:01 am, Thu, 15 July 21

આજે હું તમને ભાવનગર જીલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ એવા રાજપરા ખોડિયાર માતાજીનાં મંદિરનો ઇતિહાસ ના રહસ્યો જણાવીશ. માતાજીનું મંદિર ભાવનગરથી માત્ર 15 કિમીના અંતરે આવેલ છે.જ્યાં મા ખોડિયાર માતા હાજરાહજૂર છે.જેમના દર્શન માટે દૂર-દૂરથી ભાવિ-ભક્તો આવે છે.અને માતાજીનાં દર્શન કરી ધન્ય બની જાય છે.

આ જગ્યા ઉપર એક તાતણિયો ધરો છે,જે માતાજીનાં તાતણિયા ધરા તરીકે ઓળખાય છે.મંદિરના દર્શન કરવા આવતા દરેક ભાવિ ભક્તો માતાજીનાં આ તાતણિયા ધરાના પણ દર્શન અવશ્ય કરે છે.મિત્રો,આ મંદિરની ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ એવું કહે છે કે,આતાભાઈ ગોહિલે આ મંદિર બંધાવ્યું હતું,ત્યાર બાદ 1915 મા ભાવનગરના રાજવી ગોહિલે આ મંદિરનુ સમારકામ કરાવ્યુ હતું અને તેમાં ઘણા બધા સુધારા વધારા પણ કરાવ્યા હતા.

આમ તો માતાજીનાં દર્શન માટે ભાવિ ભક્તો આવે જ છે પરંતુ મંગળવાર અને ખાસ કરીને રવિવારના દિવસે ખૂબ જ ભીડ ઉમટી પડે છે.એવું કહેવાય છે કે,વર્ષો પહેલા ભાવનગરના મહારાજ ગોહિલે એ મા ખોડિયાર નિર્ધારિથી ભાવનગર આવવા વિનંતી કરી હતી,પરંતુ માતાજી એ એક શરત રાખી હતી કે હું તારી સાથે-સાથે પાછળ-પાછળ આવું છું પણ તારે પાછળ વળીને જોવાનું નહીં,જેવુ તું જોઈશ એટ્લે ત્યાં જ સ્થિર થઈ જઈશ આવી અવનવી શરત રાખી હતી.

માતાજી મહારાજ અને કહ્યું કે, તેને મારા પગનો ઝાંઝરનો રણકાર સંભળા તો રહેશે.પરંતુ ત્યાં એક જગ્યા એવી આવી ત્યાં ગોહિલજીના મનમાં શંકા જાગી અને તેમણે પાછળ વળીને જોયું તો માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા હતા.એ જ જગ્યા એટ્લે આજનું રાજપરા ગામ.ત્યારબાદ ગોહિલજીએ રાજપરા ગામના તાતણિયા ધારા પાસે આ મંદિરનુ નિર્માણ કરાવ્યુ.જે આજે ખૂબ જ પ્રસિદ્ધ અને જાણીતું મંદિર બન્યું છે.