મહીને 42 રૂપિયા ભરી દરમહિને મેળવો 5000 રૂપિયાની અટલ પેન્શન યોજના સહાય- જાણો વિગતવાર

220
Published on: 10:42 am, Fri, 17 September 21

કોરોનાકાળમાં અનેકવિધ લોકોને પોતાની રોજગારી તથા નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલમાં આપણી માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ખુબ ઉપયોગી તેમજ મદદરૂપ થશે. દેશના બધા જ નાગરિકોને પેન્શનનો અધિકાર આપતાં PM નરેન્દ્ર મોદીએ 1 જૂન વર્ષ 2015થી અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી છે.

આ યોજના અંતર્ગત પેન્શન મેળવવા માટે, તમારે દર મહિને તેમાં રોકાણ કરવું પડશે. ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ, સરકાર તરફથી આપને 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. તમારા પેન્શનની રકમ તમારા રોકાણની રકમ પ્રમાણે નક્કી કરવામાં આવશે.

અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના લોકોને નિવૃત્તિ બાદના જીવન દરમિયાન નાણાકીય સુરક્ષા પૂર્ણ પાડવાનો છે. 18 થી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ નાગરિક, જેની પાસે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે, તે તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે:
આ યોજનાનો લાભ લેવા માટે તમારે 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. ત્યારપછી તમારા યોગદાનના આધારે 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળી રહેશે. જો 18 વર્ષનો યુવક 1000 રૂપિયાનું માસિક પેન્શન ઈચ્છતો હોય તો તેને દર મહિને ફક્ત 42 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે 40 વર્ષના પુરુષને દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માટે ફક્ત 1,454 રૂપિયા જ ચૂકવવાનાં રહેશે.

કોને મળે છે પેન્શન:
સબ્સ્ક્રાઇબરના મૃત્યુ બાદ પેન્શન તેની પત્નીને આપવામાં આવશે. સબ્સ્ક્રાઇબર તથા જીવનસાથી એમ બંનેના મૃત્યુ બાદ પેન્શન કોર્પસ નોમિનીને ચૂકવાશે. 60 વર્ષની ઉંમર પહેલા સબ્સ્ક્રાઇબરના મોત પર, જીવનસાથીને સંપૂર્ણ રીતે ઉપાડ કરવાનો અથવા તો બાકીની મુદત માટે પ્રીમિયમ ચૂકવવાનું શરુ રાખવાનો તેમજ ત્યારબાદ પેન્શન લાભ લેવાનો વિકલ્પ અપાશે.

પેન્શનની રકમ દર વર્ષે બદલાવી શકો છો:
મોટાભાગની બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં અટલ પેન્શન યોજનામાં ખાતું ખોલાવી શકો છો. વર્ષ દરમિયાન એકવખત તમારી ઇચ્છિત પેન્શનની રકમ બદલવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરમાં આ યોજનામાં જોડાય છે તેમજ 42 વર્ષ સુધી દર મહિને 210 રૂપિયાનું યોગદાન આપે તો તેને 60 વર્ષની ઉંમર બાદ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે.  મૃત્યુ પછી, તેના જીવનસાથીને પણ પેન્શન આપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…