આ રીતે તુલાસીમાતાની પૂજા કરવાથી પ્રાપ્ત થશે અનેકગણું પુણ્ય, ભગવાન વિષ્ણુની કૃપાથી અટકેલા કામ થશે પુરા

181
Published on: 3:24 pm, Fri, 22 October 21

આપને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં કારતક મહિનામાં તુલસી પૂજાનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે આમ તો સંપૂર્ણ વર્ષ દરમિયાન તુલસી પૂજા કરવામાં આવતી હોય જ છે જયારે કારતક માસમાં તુલસીની સામે દિવો કરવાથી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે.

આ દરમિયાન કારતક મહિનો 21 ઓક્ટોબરથી લઈને 19 નવેમ્બર સુધી રહેશે. એવી માન્યતા રહેલી છે કે, ખુબ લાંબા સમયથી નિંદ્રાધીન થયેલા વિષ્ણુ ભગવાન આ મહિનામાં જાગી જાય છે તેમજ તુલસી પૂજાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી હોય છે. આમ, આવો જાણીએ વિગતે…

તુલસી પૂજાનું અનેરું મહત્વ:
પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે કોઈપણ ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં યમદૂત પ્રવેશ કરતા જ નથી તેમજ તુલસીનો વિવાહ શાલિગ્રામ સાથે થયો હોવાથી એવુ પણ કહેવામાં આવે છે કે, જે કોઈ તુલસીની પૂજા કરે એમને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય જ છે.

આ છે પૌરાણિક કથા:
પ્રાચીન સમયમાં રહેલ એક કથા પ્રમાણે ભગવાન વિષ્ણુએ તુલસીને વરદાન આપ્યું હતું કે, એમને શાલિગ્રામ નામથી તુલસી સાથે પૂજવામાં આવે તો જો કોઇ મારા વિના તુલસીની પૂજા કરશે તો હું તેનો ભોગ સ્વિકાર નહી કરું. આમ, શાળીગ્રામ સાથે જ તુલસીની પૂજા કરવી જોઈએ.

આ રીતે કરો પૂજા:
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે તુલસીની ચારે તરફ સ્તંભ બનાવીને એને તોરણથી સજાવવી જોઇએ. સ્તંભો પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને રંગોળીથી અષ્ટદળ કમળની સાથોસાથ શંખ ચક્ર તથા ગાયનો પગ બનાવીને સર્વાંગ પૂજા કરવી જોઇએ. તુલસીનું આહ્વાન કરીને ધૂપ, દીપ, કંકુ, સિંદુર, ચંદન વગેરે અર્પણ કરવું જોઇએ. દિવો કરીને તેમની પૂજા કરવી જોઇએ.

પૂજા માટે સૌથી શ્રેષ્ઠ મહિનો કારતક: 
શાસ્ત્રોમાં વેદ, નદિયોમાં ગંગા તેમજ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. આ જ રીતે મહિનાઓમાં કારતક માસને સર્વશ્રેષ્ઠ મહિનો માનવામાં આવ્યો છે. જેને લીધે આ મહિનામાં તુલસી માતાની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ અનેકગણું પુણ્ય મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…