25,000 રૂપિયામાં વેચાય છે આ ખાસ કોફી- ખાસિયતો અને બનાવવાની રીત જોઇને આંખો પહોળી થઇ જશે

161
Published on: 9:57 am, Sun, 17 October 21

કેટલાક લોકો કોફીના એવા શોખીન હોય છે કે, તેઓ કોફી પીવા માટે અલગ-અલગ જગ્યાએ જઈને તેમજ દેશ-વિદેશથી મોંઘી કોફી મંગાવતા હોય છે પણ શું તમને ખબર છે કે, કેટલીક કોફીનો ભાવ ખુબ વધુ હોય છે. જો આપને પણ કોફી પીવાનો શોખ હોય છે તો આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી કોફી અંગે જણાવવા જઈ રહ્યા છીએ. આ કોફી બનાવવાની પક્રિયા જાણ્યા પછી તમે પણ ક્યારેય આ કોફી પીશો નહીં.

બધા લોકોના મનમાં એવું હોય છે કે, તેઓએ પણ દુનિયાની સૌથી મોંઘી કોફી પીવી જોઈએ પણ આ કોફીની વાત જ અલગ છે. આ કોફી આટલી મોંઘી શા માટે છે તથા તેને બનાવવાની પ્રક્રિયાને લીધે લોકો તેનાથી દૂર કેમ ભાગી રહ્યા છે. આવી સ્થિતિમાં આવો જાણીએ વિશ્વની એક મોંઘી કોફી  વિશે..

કેવી રીતે બને છે કોફી?
આ કોફીને બનાવવાની પ્રક્રિયા આ કોફીને એકદમ અનોખી બનાવે છે. ખરેખર સૌથી મોંઘી વેચાતી કોફી બિલાડીના પોટીમાંથી બહાર આવે છે. આપને આ સાંભળીને વિચિત્ર લાગશે પણ આ હકીકત છે કે, વિશ્વની સૌથી મોંઘી કોફી બિલાડીની પોટી દ્વારા જ બનાવાય છે. આ બિલાડીનું નામ સિવેટ છે. વિશ્વની સૌથી મોંઘી કોફી સિવેટ બિલાડીની પોટીમાંથી બહાર આવે છે.

એવું કહેવામાં આવે છે કે, આ કોફીમાં કેટલાક પોષક તત્વો રહેલા હોય છે. આ બનાવવા માટે સૌપ્રથમ કોફી બીનને સિવેટ બિલાડી ખાય છે. બાદમાં તેના આંતરડામાં રહેલા ઉત્સેચકો કોફીના કેન્દ્રને એવી રીતે બદલી નાખે છે કે, કોફી મળ સાથે બહાર આવે છે. જેથી આને સિવેટ કોફીને લુવાર્ક કોફી તરીકે ઓળખવામાં આવે છે તથા તેથી જ તે ખૂબ મોંઘી છે.

કેટલી મોંઘી છે?
આ કોફી ભારતમાં પણ મળી રહે છે.કેટલાક દેશોમાં 25,000 રૂપિયા પ્રતિ કિલોમાં પણ વેચાય છે. એવું કહેવામાં આવ્યુ છે કે, અહીં આ કોફી 8,000 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે પણ વિદેશમાં તેનો ભાવ 25,000 રૂપિયા સુધીની રહેલી છે. ભારતનું સૌથી મોટું કોફી ઉત્પાદક રાજ્ય કર્ણાટક કુર્ગ કોન્સોલિડેટેડ કોમોડિટીઝ (CCC)એ સિવેટનું નાના પાયે ઉત્પાદન શરૂ કર્યું છે.

હાથીના છાણમાંથી પણ કોફી બનાવવામાં આવે છે:
આ જ રીતે હાથીના છાણમાંથી પણ કોફી બનાવાય છે. બ્લેક આઈવરી બ્લેન્ડ વિશ્વની સૌથી મોંઘી કોફી પૈકી એક છે. આ કોફી હાથીની પોટીમાંથી કાઢવામાં આવે છે. ઉત્તરી થાઈલેન્ડમાં બનતી આ કોફી હકીકતમાં હાથીના પોટીમાં સમાવિષ્ટ બીજમાંથી તૈયાર થાય છે. હાથીઓ કાચા કઠોળ ખાય છે. તેમને પચાવે છે તેમજ ચરબી ઉતારે છે. છાણમાં કોફીના બીજ કાઢવામાં આવે છે. આ કોફીની કિંમત 1,100 ડોલર સુધીની રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…