ભૂલથી પણ મહિલાઓએ ક્યારેય શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ નહીં, નહિ તો થઈ જશે અર્થનો અનર્થ

Published on: 10:23 am, Wed, 8 September 21

આજે એટલે કે, 6 સપ્ટેમ્બરનાં રોજ ભગવાન શિવજીનો પરમ પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા તથા વ્રત-ઉપવાસ કરવા એ ખુબ લાભકારક માનવામાં આવે છે. સંપૂર્ણ શ્રાવણ માસ  ભક્તો ભક્તિમાં ડુબેલા જોવા મળતા હોય છે.

એવી માન્યતા પણ રહેલી છે કે, શ્રાવણ માસમાં ભક્તો શિવજીની પૂજા કરતા હોય છે તો ભગવાન ખુદ ધરતી પર આવીને તેમની મદદ કરે છે. કુંવારી યુવતી સારો વર મેળવવા તેમજ પરણિત સ્ત્રી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે.  

તમે ઘણીવખત એવું સાંભળ્યું હશે કે, મહિલાઓએ શિવલિંગને અડવું અશુભ માનવામાં આવે છે પરંતુ આવું શા માટે કહેવામાં આવે છે તેના કારણોથી હજુ કેટલીક મહિલાઓ વંચિત હશે. જેને લીધે કેટલીક મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરીને પૂજા કરવાની ભૂલ કરી બેસતી હોય છે ત્યારે આ માન્યતા પાછળ શું કારણ રહેલું છે તે જાણીએ…

ધાર્મિક માન્યતા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે, શિવજીનું તપ ભંગ ન થાય તે માટે મહિલાઓએ શિવજીથી દૂર રહેવું જોઈએ તેવું મનાય છે. કારણ કે, ભગવાન શિવ હંમેશા ખુબ લાંબી તપસ્યામાં લિન હોય છે ત્યારે તેમની તપસ્યા ભંગ ન થાય એના માટે પૂજા હંમેશા દૂરથી કરવી જોઈએ. આની સાથે કુંવારી યુવતીએ ક્યારેય શિવજીની પરિક્રમા ન કરવી જોઈએ.

સમાજમાં પ્રચલિત દંતકથા પ્રમાણે, અવિવાહિત યુવતીઓને શિવલિંગની પાસે જવાની પરવાનગી નથી. આ માન્યતા પ્રમાણે, જો કુંવારી યુવતી શિવલિંગ ફરતે ભ્રમણ કરે તો ભગવાન શિવજીની તપસ્યામાં ભંગ થાય છે તેમજ ભગવાન ક્રોધિત થઈ જાય છે. એક માન્યતા એવી પણ રહેલી છે કે, યુવતીઓ શિવલિંગની પૂજા કરે તે પાર્વતી માતાને પંસદ નથી તેમજ પૂજાનું ફળ મળતું નથી.

ભલે કુંવારી યુવતીઓને શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ હોય પરંતુ તેમની પૂજા કરવાની મનાઈ નથી. ખાસ કરીને શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવી યુવતીઓ માટે ખુબ લાભદાયી છે. ભગવાન શિવની પૂજા કરવાથી તેમને પ્રસન્ન થઈને કુંવારી યુવતીઓને ખુબ સારો વર મળવાના આશીર્વાદ આપે છે. આની સાથે શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના આર્ધાંગિની દેવી પાર્વતીની પૂજા પણ ઉપયોગી મનાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…