હાલ પાણી માટે વલખા મારતી 125 ગામોની મહિલા ખેડૂતો દ્વારા પીએમને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. પીએમને પાણી માટે પોસ્ટકાર્ડ લખવાનું કહેવામાં આવ્યું છે. કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા બાબતે મહિલા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓએ પાણી માટે ‘પોસ્ટકાર્ડ આંદોલન’ શરૂ કર્યું છે.
જાણવા મળ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવાની માંગ સાથે છેડાયેલું જળ આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ મહારેલી યોજાઇ ત્યાર બાદ ગામેગામ મહાઆરતી કરવામાં આવી. બાદમાં પણ સરકાર દ્વારા તેમની માંગ સ્વીકારવામાં ન આવતા 125 ગામની હજારો બહેનોએ PM મોદીને પત્ર લખીને પોસ્ટકાર્ડ મોકલ્યા.
જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી બાજુ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં છે.
મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે હલકી ભોગવવી પડે છે. જોકે, સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેઓની માંગ ન સ્વીકારાતા છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન શરુ કર્યું છે.
સૌપ્રથમ વિસ્તારના 125 ગામોના હજારો ખેડૂતો દ્વારા ભેગા થઈને મહારેલી યોજવામ આવી હતી. જે પાલનપુરની આદર્શ સ્કૂલથી લઇને છેક જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેની રજૂઆત કરવામાં આવી હતી. પણ સ્થાનિકોની માંગનું નિરાકરણ ન આવતા 125 ગામોના લોકો દ્વારા ગામેગામ એકઠાં થઈ મહાઆરતી કરવામાં આવી હતી. તેમ છતાં હજી કોઈ નિવેડો ન આવતા આખરે આ વિસ્તારની મહિલા ખેડૂતો હવે આંદોલન તરફ વળી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…