ગુજરાતમાં કુદરતે વરસાવ્યો કાળો કહેર: ચોમાસાની શરૂઆતમાં જ વીજળી પડવાથી 3 લોકોના મોત

230
Published on: 3:53 pm, Wed, 8 June 22

રાજ્યમાં ચોમાસા પહેલાના વરસાદે મોત બારણે હોય એવો અનુભવ કરાવ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો રહ્યો છે. હારીજના રોડા ગામમાં ગઈકાલે ભારે વરસાદ વચ્ચે વીજળી પડતાં એક મહિલાનું મોત થયું હતું. ગઈકાલે પાટણ અને સુરેન્દ્રનગરમાં વીજળી પડતા કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

લીંબડીના જાંબુ-નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. જેમાં એક 26 વર્ષીય મેલાભાઇ પોપટભાઇ દેવથળાનું મોત નીપજ્યું છે. જાંબુ અને નાની કઠેચી બન્ને ગામમાં વીજળી પડતા કુલ બે વ્યક્તિના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પાટણમાં પણ વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યુ છે. સુરેન્દ્રનગરમાં વીજળી પડતા બે લોકોના ગમખ્વાર મોત નીપજ્યા છે. જ્યારે પાટણના રોડામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. જેમાં ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર વીજળી પડી હતી. જેનું મોત નીપજ્યું છે. આ સાથે નાની કઠેચીના 26 વર્ષીય મેલાભાઇ પોપટભાઇ દેવથળા પર ગત મંગનાપે રાત્રીના કડાકા સાથે વીજળી પડતા ગંભીર ઇજાઓ થઇ હતી. જે બાદ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાતા વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પાટણના વારાહીમાં 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડતાં ઘરોના પતરા ઉડી ગયા હતા. ત્યારે હારીજના રોડા ગામે ખેતરમાં રહેતા વરશુમજી ગણેશજીના પત્ની રીમુબેન ઠાકોર સાંજના સમયે કુદરતી હાજતે માટે બહાર ગયા હતા. ત્યારે તેમના પર વીજળી પડી હતી અને તેનું મોત થયું હતું. મહિલાના મોતથી પરિવાર આઘાતમાં છે.

આ ઉપરાંત, બનાસકાંઠાના કાંકરેજ-થરા તાલુકાના ભલગામ વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં વાતાવરણ આહલાદક બન્યું હતું. બદલાયેલા હવામાનને કારણે મુખ્ય 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 41 ડિગ્રી નોંધાયું હતું.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 103 ટકા વરસાદની આગાહી કરી છે. વિભાગે અગાઉ મહિનામાં દેશમાં 99% વરસાદની આગાહી કરી હતી. પંજાબમાં પણ જૂનમાં ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…