અનેક પડકારોનો સામનો કરી આ મહિલાએ ઉજ્જડ જમીનમાં શરુ કરી સાગ-ચંદનની ખેતી, હાલમાં દર મહીને કરે છે 30 લાખની કમાણી

169
Published on: 10:03 am, Wed, 20 October 21

કેટલાક લોકોનું એવું માનવુ હોય છે કે, જો તમે સારું શિક્ષણ ન મેળવ્યુ હોય તો તમે જીવનમાં સફળતા મેળવી શકતા નથી. આપને જણાવી દઈએ કે, જીવનમાં સફળતા મેળવવા માટે શિક્ષણ કરતા પણ વધારે સક્ષમ થવું તથા મજબૂત ઇચ્છાશક્તિ રાખવી ખુબ જરૂરી છે. જો તમે સક્ષમ હો તેમજ કેવી રીતે કાર્ય કરવું તે જાણતા હો તો કંઈપણ તમને આગળ વધતા અટકાવી શકશે નહીં.

કર્ણાટકમાં આવેલ રાયચૂર જિલ્લામાં રહેતી કવિતા મિશ્રાએ કોમ્પ્યુટરમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો તથા સાયકોલોજીમાં માસ્ટર્સ પણ કરેલું છે. હાલમાં એમની ઓળખ એક સફળ ખેડૂત તરીકે થઈ રહી છે. કવિતા જણાવે છે કે, ખેતી ક્ષેત્રમાં સફળ થવું આસાન નથી. મેં મારા જીવનમાં અનેક પડકારોનો સામનો કર્યો છે.

મારે આ સુંદર જગ્યા સુધી પહોંચવા માટે માર્ગમાં અનેકવિધ મુશ્કેલીઓ વેઠવી પડી છે. લગ્ન કર્યા બાદ, હું પણ કેટલાક અરમાનો સાથે મારા સાસરાના ઘરે પહોંચી હતી પણ મને ખબર ન હતી કે, તમામ સપના એક જ ઝટકામાં તૂટી જશે. એ પણ હકીકત છે કે, હું ક્યારેય નિરાશ થઈ નથી તેમજ પડકારોનો સામનો કરવા હંમેશા તૈયાર રહી હતી.

લગ્ન કર્યા બાદ કવિતાને ઈન્ફોસિસ કંપનીમાં કામ કરવાની તક મળી હતી પણ એમના પતિ ઉમાશંકરે તેને નોકરી છોડાવી દીધી હતી. હકીકતમાં, તેના સાસરીવાળા તમામ લોકો ખેતી સાથે જોડાયેલા હતા, જેથી તેણે કવિતાને પણ ખેતરોમાં કામ કરવાનું જણાવ્યું હતું. કવિતા પોતે ખેડૂત પરિવારમાંથી હતી પણ કંઇક અલગ કરવા માંગતી હતી.

કમ્પ્યુટર પ્રોગ્રામિંગથી લઈને ખેતી સુધીની સફર:
ખેડૂત પરિવારમાંથી આવતા હોવા છતાં, કવિતાને ખેતીમાં મન લાગતુ ન હતુ. એમને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ હતો પરંતુ ખેતી કરવાની ફરજ પડી હતી. કવિતા આ અંગે જણાવે છે કે, મને ખુબ દુખ થયું હતું પણ રડવાને બદલે, મેં તેને એક તક તરીકે લીધી તેમજ ખેતીમાં મારો હાથ અજમાવવાનું શરુ કર્યું.

કવિતા આગળ કહે છે કે, મારા પતિએ મને આપેલ જમીન સાવ ઉજ્જડ હતી. આ જમીનમાં ખેતી કેવી રીતે શરૂ કરવી તે વિશે હું ખૂબ જ પરેશાન હતી પરંતુ મેં હાર માની નહીં અને આ ઉજ્જડ જમીનને સાફ કરીને બાદમાં ત્યાં કંઈક ઉગાડવાનું વિચાર્યું હતું. જો કે, મને ખૂબ ઉંચી અપેક્ષાઓ ન હતી.

મને સોનાના વેચાણથી જે પણ પૈસા મળ્યાં છે, એનો ઉપયોગ હું ખેતી અંગે નવી જાણકારી મેળવવા માટે કરી રહી હતી બાદમાં મેં તે જ ઉજ્જડ જમીનને તૈયાર કરીને ફળની ખેતી શરૂ કરી હતી. અમારે ત્યાં પાણીની સમસ્યા રહેલી છે કે, તેથી અમે ડાંગર અથવા તો રાગી જેવા પરંપરાગત પાકની ખેતી કરી શકતા નથી.

કારણ કે, તેમને વધુ પાણીની જરૂર પડતી હોય છે. આને ધ્યાનમાં રાખી, મેં ઝાડને અમારા ખેતરમાં સ્થાન આપ્યું છે કારણ કે, આપણે તમામ લોકો જાણીએ જ છીએ કે, ચોમાસામાં ઝાડ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે કે, જે 4 મહિના માટે વપરાય છે તેમજ બાકીના 8 મહિના માટે, આપણે આપણા બોરના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ.

હાઈ સિક્યોરિટી સિસ્ટમ:
તેઓ આગળ જણાવે છે કે, અમારી પાસે એક ડોગ સ્કવોડ છે કે, જે ખેતરમાં ચંદનના લાકડાનું રક્ષણ કરે છે. આની ઉપરાંત, અમે અમારા ઝાડમાં માઇક્રોચિપ પણ નાંખી છે કે, જો કોઈ તેમને કુહાડીથી કાપવાનો પ્રયાસ કરે તો ઝાડ વાઈબ્રેટ કરશે, મારા સ્માર્ટફોન પર ચેતવણી આપશે.

નફા અંગે તેઓ જણાવે છે કે, અમને દર મહિને 20-30 લાખ રૂપિયા સુધીની આવક મળે છે. ફળના ઝાડ માસિક તથા વાર્ષિક આવક આપે છે. જંગલનાં વૃક્ષો (દા.ત. સાગ) અમારી નિવૃત્તિ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે. અમે 10-15 દિવસ સુધી હૈદરાબાદ-ગોવા હાઈવે પર સ્ટોલ મૂકીને અમારા કૃષિ પેદાશોનું વેચાણ કરીએ છીએ. આની સિવાય ફાર્મની સામે એક સ્ટોલ પણ લગાવાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…