‘મહિલા કિસાન એવોર્ડ’ થી સન્માનિત થયેલ સરોજબેન પટેલે ખેતીક્ષેત્રે હાંસલ કરી અનોખી સિદ્ધિ- જાણીને ગર્વ થશે

Published on: 5:56 pm, Sat, 16 October 21

આજના સમયે જયારે એકબાજુ ખેડૂતો દેવાના ડુંગર નીચે આવી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં આજે મહિલા ખેતી ન કરી શકવા માટે ટેવાયેલા સભ્ય સમાજને સરોજ બેન મહિલા ખેડૂતની નામના મહિલાએ સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે. બીજી બાજુ વર્ષે 5 લાખ કરતા પણ વધુની આવક મેળવીને અન્ય મહિલાઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજે આપણે મહેસાણા પાસેનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેઓ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. ખેતીમાં અવનવા પ્રયોગો તેમજ સંઘર્ષમય સફળતા હાંસલ કરનાર દેશની 50 મહિલાઓ પૈકી એમનું પણ સન્માન કરાયું છે.

આપને જાણીને ગર્વ થશે કે, તેમને દિલ્હીમાં કેન્દ્રિય કૃષિમંત્રીના વરદ હસ્તે મહિલા કિસાન એવોર્ડથી સન્માનિત કરાયા છે તેમજ રાજ્ય સરકાર દ્વારા તાલુકા સહિત જિલ્લા તથા રાજ્યના બેસ્ટ મહિલા ખેડૂતનો એવોર્ડ પણ આપી ચુક્યા છે. સરોજબેન પટેલ આમ તો MA એફિલ સહિત B.EDનો આભ્યાસ કરીને હાલમાં તેમની ભૂમિકા અદા કરે છે.

મહેસાણામાં તેમની ખેતીના પાક માટે વેપારી પણ થનગની જાય છે. હાલમાં જ દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથા સાથે દિલ્હીમાં રિયાલીટી શો નું આયોજન થયું કે, જેમાં 81 માર્ક્સ સાથે સરોજબેનની પસંદગી ગુજરાતમાં સૌપ્રથમ રહી હતી. મહિલા ખેડૂત તરીકે નામના ધરાવતા સરોજબેન પટેલ ગ્રીનહાઉસમાં ખેતી કરી રહ્યાં છે.

ફક્ત એક એકરમાં ટપક પદ્ધતિથી ખીરા કાકડીના વાવેતરમાં દોઢ ટન ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં વાવેતર કર્યું છે. હાલમાં જમીનમાં રોગ આવી જતાં તેમના જાત અનુભવ મારફતે કાકડીનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. સરોજબેને ફક્ત 1 એકરમાં વાવતેર બાદ આ બીજા ઉતારામાં દોઢ ટન કાકડી થઇ છે.

આપને જણાવી દઈએ કે, કિલોદીઠ 35 રૂપિયા સુધીનો ભાવ મેળવી રહ્યા છે જેને લીધે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તથા રૂપાલાના હસ્તે એવોર્ડ અર્પણ પણ એનાયત કરાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…