સુરતમાં બે સંતાનોની નજર સામે માતાનો આપઘાત- સવારે સુરજ તો ઉગ્યો પણ માતાનો પડછાયો કાયમ માટે આથમી ગયો

Published on: 12:48 pm, Tue, 28 March 23

સુરત (Surat): રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સુરતમાં આવેલા હજીરા માંથી સામે આવી છે. સુરતના હજીરા રોડ પર આવેલા કવાસ ગામ વિસ્તારમાં બે સંતાન સાથે એકલી રહેતી પરિણીતાને એક બૂટલેગરે પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરતા પરિણીતાએ આપઘાત કરી લીધો છે.

બૂટલેગર વારંવાર ઘરે આવ્યો અને ફોન કરીને પરિણીતાને બ્લેકમેલ કરતો હતો અને સાથે સાથે પૈસાની પણ માંગ કરતો હતો. બૂટલેગરે પરિણીતાને ફાંસો ખાઇ આપઘાત કરવા માટે મજબૂર કરી હતી. હાલ ઘટનાને પગલે ભાઇના બૂટલેગર મિત્ર વિરૂધ્ધ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોધ્યો છે અને ધરપકડ કરી છે.

કોમલ (ઉં.વ. 35 નામ બદલ્યું છે) સુરતમાં આવેલા ચોર્યાસી તાલુકાના હજીરા રોડના કવાસ ગામમાં રહેતી હતી. કોમલના લગ્ન વર્ષ 2005 માં થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કોમલને પતી સાથે મનમેળ નહીં હોવાથી બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા લીધા બાદ કોમલે બીજા લગ્ન કરતા હતા, પરંતુ બીજા પતિ સાથે પણ વારંવાર ઝઘડો થતો હતો અને તેથી કોમલ પતિથી અલગ બે સંતાન સાથે રહેતી હતી. ત્યારે કોમલને તેના ભાઈના બૂટલેગર મિત્ર વિશાલ વ્રજલાલ પટેલ (રહે. દામકા ગામ, તા. ચોર્યાસી, સુરત) સાથે પ્રેમસંબંધ બંધાય ગયો હતો.

કોમલ અને વિશાલ વચ્ચે લગભગ નવ મહિનાનો પ્રેમસંબંધ હતો અને આ સમયમાં વિશાલ અનેક વાર કોમલના ઘરે આવતો હતો અને બંનેએ ફોટા પણ ક્લિક કર્યા હતા. વિશાલ આ ફોટાના આધારે કોમલને બ્લેકમેઇન કરીને તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. ત્યારે પોતાની આબરૂ બચાવવા માટે કોમલ રોકડ અને ગુગલ પેથી વિશાલને પૈસા આપતી હતી. ત્યારબાદ એક વાર વિશાલની કનડગતથી કંટાળી તેની કરતૂત વિષે કોમલે તેના ભાઈને જાણ કરી હતી.

જયારે કોમલના ભાઈને ઘટના વિષે ખબર પડી ત્યારે તેને વિશાલને ઠપકો આપ્યો હતો. ત્યારે વિશાલે કહ્યું કે, તારાથી થાય તે કરી લે, હું કોઇથી ડરતો નથી, હું તારી બહેનના ઘરે પણ જઇશ અને તેને ફોન પણ કરીશ. આવું કહ્યા બાદ ગત 4 માર્ચે મધરાતે વિશાલનો કોમલ પર ફોન આવ્યો હતો.

ત્યારે વિશાલ અને કોમલ વચ્ચે વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થતા કોમલે કહ્યું હતું કે, તું હવે મને હેરાન કરવાનું બંધ કરી દે નહીંતો હવે મારે મરવાનો વારો આવશે. ત્યારબાદ કોમલે નિંદ્રાધીન બે સંતાનની ચિંતા કર્યા વગર આપઘાત કરી લીધો હતો. મધરાતે વિશાલે કોમલને વોટ્સએપ પર મેસેજ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ અને કોલ કર્યા હતા તેના પુરાવા પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. હાલ પોલીસે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…