હજુ તો સુહાગરાત પણ નહોતી વિતીને નવીનવેલી દુલ્હને એવો કાંડ કર્યો કે, હચમચી ઉઠ્યો આખો પરિવાર

270
Published on: 11:09 am, Sat, 27 November 21

હાલમાં રાજકોટમાંથી કુંવારાઓ માટે એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સામેવાળા પત્રને જાણ્યા વગર લગ્ન કરવા રાજકોટના યુવકને મોંઘા પડ્યા હતા. મળતી માહિતી મુજબ, રાજકોટના યુવકે 80 હજાર રૂપિયા આપીને નાસિકની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. નાસિકથી રાજકોટ આવ્યા બાદ 12 કલાકનો સમય પણ નહોતો વિત્યોને યુવતી છૂમંતર થઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ યુવતી તેની સાથે દાગીના અને કપડાં પણ લઇ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, રાજકોટના રોહિતદાસપરામાં રહેતા અને હેલ્પર તરીકે નોકરી કરતાં 35 વર્ષના ધનજીભાઈ મકવાણા લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. ધનજીભાઈને માહિતી મળી હતી કે રાજકોટના કોઠારિયા ખાતે રહેતો સુરેશ નામનો યુવાન પૈસા લઈને પાત્ર શોધી લગ્ન કરાવી આપે છે.

માટે તેમણે સુરેશનો સંપર્ક કર્યો હતો. કોઠારિયાના સુરેશે ધનજીભાઈને 80 હજારમાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી અને તેમણે તે માટે 5 હજાર રૂપિયા પોતાનો ચાર્જ નક્કી કર્યો હતો. ધનજીભાઈએ આ ચાર્જ પણ ચૂકવી આપ્યો હતો. ત્યારબાદ ધનજીભાઈ તેના સંબંધીઓ અને સુરેશ સાથે મળીને કારમાં રાજકોટથી નાસિક ગયા હતા.

નાસિકમાં સુરેશે ગૌશાળાની બિલ્ડિંગમાં એક યુવતીને બોલાવી હતી. જેણે તેની ઓળખ કાજલ તરીકે આપી હતી. કાજલ અને સુરેશભાઈ એકબીજાને પસંદ આવી જતાં બંનેએ લગ્ન નક્કી કર્યા હતા. આ સાથે કાજલ સાથે આવનાર અન્ય એક મહિલાને ધનજીભાઈએ નક્કી કર્યા મુજબ 80 હજાર રૂપિયા આપ્યા હતા.

બીજા દિવસે સવારે ગૌશાળામાં જ બંનેએ એકબીજાને ફુલહાર પહેલા લગ્નવિધિ સમાપ્ત કરી હતી. લગ્ન પતાવ્યા બાદ ધનજીભાઈ કાજલ અને સંબંધીઓ સાથે કારમાં નાસિકથી રાજકોટ આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે સાત વાગ્યે રોહિતદાસપરામાં ઘરે આવેલી નવવધૂને ધનજીભાઈના માતાએ પોંખીને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. ઘરે આવીને કાજલ થાકી ગઈ હોવાનું કહીને રૂમમાં સુવા ચાલી ગઈ હતી.

બાદમાં કાજલે કપડાં લેવા હોવાનું કહેતાં ધનજીભાઈ તેમને માર્કેટમાં કપડાં લેવા લઈ ગયા હતા. આ દરમિયાન, ધનજીભાઈએ કાજલને 3500ના કપડાં લઈ આપ્યા હતા. ઘરે આવ્યા બાદ કાજલે નાસ્તો કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં ધનજીભાઈ તેના માટે ઘુઘરા લઈ આવ્યા હતા. યુવતીએ ધનજીભાઈ અને તેના નાનાભાઈ સાથે મળીને ઘુઘરા ખાઘા હતા.

ત્યારબાદ સાંજે સાત વાગ્યે યુવતીએ ધનજીભાઈ અને તેના નાનાભાઈને કપડાં બદલવા છે એવું કહેતાં બંને રૂમથી બહાર આવી ગયા હતા. ધનજીભાઈ અને તેનો નાનોભાઈ રૂમથી બહાર નીકળતાં જ કાજલે અંદરથી રૂમ બંધ કરી દીધો હતો. થોડી જ વારમાં કાજલ બંધ રૂમના બીજા દરવાજેથી બહાર નીકળીને ભાગી ગઈ હતી.

થોડા સમય બાદ ધનજીભાઈએ દરવાજો ખટખટાવવા છતાં તેણે ઉઘાડ્યો નહોતો. જેથી શંકા જતાં ધનજીભાઈએ તપાસ કરતાં ખબર પડી કે યુવતી ભાગી ગઈ છે. એટલું જ નહીં સાથે 10 હજારના દાગીના અને કપડાં પણ લઈ ગઈ હતી.

બાદમાં યુવતી નાસી ગયાની જાણ થતાં જ ધનજીભાઈ તરત બહાર આવીને રોડ અને શેરી પર જઈને જોયું તો ક્યાંય યુવતી દેખાતી નહોતી. આમ, યુવતી 12 કલાકની અંદર પૈસા, દાગીના અને કપડાં લઈને જતી રહેતા પરિવાર પર જાણે મોટી આફત આવી પડી હતી. તેમણે તાત્કાલિક બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશને પણ તપાસ કરી પણ ત્યાં પણ યુવતી મળી નહોતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…