મેઘરાજાએ વડોદરાને ધમરોળ્યું: શહેરમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા ફક્ત બે જ કલાકમાં ખાબક્યો 2 ઇંચ વરસાદ

122
Published on: 12:17 pm, Wed, 13 October 21

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ જાણે માઝા મૂકી હોય એ રીતે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલમાં આવા જ એક સમાચાર સામે આવ્યા છે. થંડરસ્ટ્રોમને કારણે સમગ્ર વડોદરા શહેરમાં મંગળવારની રાતે વાવાઝોડા સાથે સતત 2 કલાક સુધી એક ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં.

વાવાઝોડામાં રાતે 8:15 વાગ્યે પવનની સૌથી વધારે 20 કિમી પ્રતિ કલાકની સ્પિડ નોંધાઈ હતી. ગરબાના સમય પહેલા જ વરસાદ થતાં 200થી વધારે શેરી ગરબા સ્થળે પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળે તો ફક્ત 5 જ ગરબા પછી આરતી કરાવામાં આવી હતી. જયારે મોડી રાત્રે વરસાદ બંધ થતાં દયાળભાઉનો ખાંચો, છાણી સહિતના શેરી ગરબામાં ખેલૈયા ઝૂમ્યા હતા.

વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાતા ગરબાના મેદાન પર કાદવ-કિચડ થઈ ગયા હતાં. આની ઉપરાંત કેટલાક સોસાયટીના કોમન પ્લોટમાં પણ પાણી ભરાયા હતાં. આવા સમયમાં ગરબાના મંડપ પણ પલળી ગયા હતાં. દયાલ ભાઉના ખાંચામાં આયોજીત ગરબાના આયોજક નીતીન પટેલ જણાવે છે કે, મોડી રાત્રે વરસાદ બંધ થઈ જતાં ગરબા શરૂ કરવામાં આવ્યા હતા.

આની ઉપરાંત ખોડિયાર નગરની સેફ્રોન બેઝીક સોસાયટીના જૈમીન પાંડે જણાવે છે કે, વરસાદ પડવાનો બંધ થશે તો ગરબા થઈ શકશે. વરસાદને લીધે આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે લોકોમાં નિરાશા ફેલાઈ હતી.

હવે વરસાદની શક્યતા ખુબ ઓછી:
ગરમી તથા ભેજની સ્થિતિ સર્જાતા થંડરસ્ટ્રોમ રચાય છે કે, જેને કારણે જ વડોદરામાં નવરાત્રિમાં વરસાદ વરસ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી નથી. હા, થંડરસ્ટ્રોમની અસરને લીધે વરસાદી ઝાંપટા વરસી શકે છે પણ વડોદરામાં આગામી સમયમાં હવામાન સુકુ બનશે કે, જેથી વરસાદ પડવાની શકયતા ખુબ ઓછી છે આવું હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…