
અતિભારે વરસાદના આગમન બાદ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. 3 તારીખની 11 વાગ્યાની અપડેટ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છથી દુર અરબી સમુદ્રમાં આવેલ છે કે, જે આગામી 12થી 18 કલાક સુધી ત્યાં રહે તેવી શક્યતા રહેલી છે.
વેધર ચાર્ટનાં એક મોડેલ પ્રમાણે જો લો-પ્રેશર ફરી ગુજરાત બાજુ આવે તો કચ્છના કેટલાક દરિયાકિનારાના ભાગ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ આવી શકે છે. આની સાથે જ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં યથાવત્ રહેશે.
5,11 તથા 17 તારીખે ઉપરા-ઉપરી લો-પ્રેશર સર્જાશે?
રાજ્યમાં હજુ વરસાદનો રાઉન્ડ પૂરો નથી થયો ત્યાં તો ફરીથી 7 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. કારણ કે, 5 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે કે, જે લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં 7 થી લઈને 9 તારીખ સુધી જોવા મળશે. આ દિવસો દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ હશે કે, જેમાં 10 ઇંચથી વધુ વરસાદ પણ પડી શકે છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યા પછી આંધ્રપ્રદેશ, તેલંગાણા થઈને મહારાષ્ટ્ર-ગુજરાત સુધી આવશે. જ્યારે લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી આવશે ત્યારે મજબૂત અવસ્થામાં હશે તેવું હાલમાં વેધર ચાર્ટો જણાવી રહ્યા છે. જેને લીધે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે.
11 તારીખ આજુબાજુ ફરી નવું લો-પ્રેશર?
હવામાન વિભાગની માનીએ તો 11 તારીખ સુધીમાં ફરીથી એક નવી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય ઠશે. જો કે, તે લો-પ્રેશર સિસ્ટમ 5 તારીખે તૈયાર થતી લો-પ્રેશર સિસ્ટમ કરતા નબળી તેમજ ખુબ નાની હશે પણ તેમને અનુકૂળ વાતાવરણ મળશે તો મોટી બની શકે છે તેમજ સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે.
17 તારીખ દરમિયાન નવું લો-પ્રેશર સર્જાશે?
વેધર ચાર્ટો 17 તારીખે એક નાનું લો-પ્રેસર બંગાળની ખાડીમાં જણાવી રહ્યા છે. જો કે, તે ખૂબ આગોતરું અનુમાન રહેલું છે એટલે કે, તેમાં કેટલાક ફેરફાર પણ થઇ શકે છે. જેમ દિવસો પસાર થતા જશે એમ તે લો-પ્રેશરની વધુ અપડેટ જણાવાશે.
હવામાન વિભાગે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી:
આજથી 3 દિવસ પછી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે 7 તારીખે ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે કે, જેથી રાજ્યમાં અતિભારે વરસાદ થશે. જ્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ 6 તારીખથી લઈને 10 તારીખ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજ્યના 75-80% ભાગોમાં વરસાદ પડી ચુક્યો છે. જો કે, હજુ સિંચાઈ કરવા માટેણા જરૂરી ડેમોમાં પાણી ભરાવું જોઈએ એટલું થયું નથી પણ રાજ્યના ખેડૂતોએ ભયભીત થવાની જરૂર નથી તેમજ સપ્ટેમ્બર માસમાં ખુબ સારો વરસાદ વેધર ચાર્ટો જણાવી રહ્યા છે.
જો કે, હવે વધુ પડતો અતિભારે વરસાદ ખેતીના પાકોને નુકસાન પણ પહોંચાડી શકે છે પણ સિંચાઇના પાણી માટે તેમજ દુષ્કાળમાંથી બહાર આવવા માટે ખુબ સારો વરસાદ થવો જરૂરી છે. આવનાર 15 તારીખ સુધીમાં સમગ્ર રાજ્યમાં ખુબ સારા વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…