ગૌરવવંતો પાટીદાર સમાજ- સેકંડો દીકરીઓને ફ્રીમાં આપશે IAS-IPS તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ 

201
Published on: 4:30 pm, Wed, 20 October 21

હાલમાં પટેલ સમાજની દીકરીઓ માટે એક આનંદનાં સમાચાર સામે આવ્યા છે. કડવા પાટીદાર સમાજની દિકરીઓને સોલા ઉમિયા કેમ્પસમાં ફક્ત 1 રૂપિયાની ટોકન ફી લઈને IAS-IPS અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તાલીમ અપાશે. કડવા પાટીદાર સમાજની દિકરીઓ માટે ખુબ મહત્વપુર્ણ જાહેરાત કરાઈ હતી.

સોલા ઉમિયા કેમ્પસમાં આગામી 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનાર ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીના ભાગ સ્વરૂપે અમદાવાદ તથા ગાંધીનગરની પાટીદાર બહેનો માટે મહિલા મહાઅધિવેશનનો કાર્યક્રમનું આયોજન થયું હતું કે, જેમાં 4,000 કરતાં પણ વશું મહિલાઓ પહોંચી હતી.

1,500 કરોડના ખર્ચે સોલા ઉમિયા કેમ્પસમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે:
આ શુભ અવસરે શ્રી ઉમિયા મતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી દિલીપ નેતાજીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, ઉમિયા કેમ્પમાં ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત છે કે, જેમાં સરકારના અનેકવિધ વિભાગો માટે યોજાતી રહેતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ તેમજ IAS-IPS માટે UPSC-GPSCની પરીક્ષા આપનાર દિકરીઓને ફક્ત 1 રૂપિયાના ટોકનથી તાલીમ અપાશે. સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર 1500 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર થશે.

અદ્યતન હોસ્ટેલ, બેન્ક્વેટ હોલનું નિર્માણ કરાશે:
જેના ભાગ સ્વરુપે આગામી તારીખ 11 થી લઈને 13 ડિસેમ્બર 2021 સુધી ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન થશે કે, જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થશે કે, જે પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતાજીનું 136 ફૂટ ઉંચું ભવ્ય મંદિર નિર્માણ કરાશે. બધા જ્ઞાતિના શ્રધ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા, બેન્ક્વેટ હોલની ઉપરાંત 1500 દિકરીઓ માટે અત્યંત સુવિધાયુક્ત અદ્યતન હોસ્ટેલ નિર્માણ પામશે.

CM પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રામ યોજાશે:
​​​​​​​
સામાન્યમાં સામાન્ય પાટીદાર સભ્ય પણ ગૌરવપૂર્ણ કહી શકે કે, મંદિરનો માલિકી હક્ક મારો છે એટલે જ તમામ લોકોને વહીવટી કાર્યમાં સામેલ કરાશે. 20 નવેમ્બરે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન થશે કે, જેમાં 10,000 કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓ ભાગ લેશે.

મહિલા મહાઅધિવેશન કાર્યક્રમના મુખ્ય આયોજક તેમજ મહિલા કન્વિનર ડો.જાગ્રુતી પટેલે હાજર તમામ બહેનોને સમાજમાંથી કુરીવાજ દુર કરવા, વિધવા બહેનોને માન સન્માન આપવા એવી બહેનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા, દુષણો દુર કરવા, ખોટા ખર્ચાઓથી બચવા માટે વિવિધ પ્રેરણાદાયી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

બહેનોને લાવવા-લઈ જવા 30 બસોની વ્યવસ્થા કરાઈ:
અમદાવાદને ગાંધીનગરથી બહેનોને સ્થળ પર લાવવા માટે લઈ જવા માટે 30 જેટલી બસની વ્યવસ્થા કરાઈ હતી. ડો.જાગ્રુતી પટેલ સંબોધન વખતે જણાવે છે કે, વહીવટી શક્તિ, યુવા શક્તિ, મહિલા શક્તિનો સમાજના ઉત્થાન તથા વિકાસ માટે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે. નાના બાળકોથી લઈને બધી ઉંમરના લોકો સંગઠીત થશે તો જ સમાજ તેજસ્વી બનશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…