રાજકોટમાં સર્જાઈ કરુણાંતિકા: માર્ગ અકસ્માતમાં બે બહેનોએ લાડકવાયો ભાઈ અને વિધવા માતાને એકનો એક દીકરો ગુમાવ્યો

166
Published on: 12:03 pm, Sat, 23 October 21

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે મોટાભાગના લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. ક્યારેક ગફલતભરી રીતે અથવા તો બેફામ રીતે વાહન ચલાવતા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટનાને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે.

રાજકોટમાં આવેલ કાલાવડ રોડ પર તંત્રના વાંકે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય ત્યારે કેટલાક વાહનો સ્લીપ મારતા હોય છે જેને લીધે અવારનવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે. કેટલાક અકસ્માત થયાના ભૂતકાળમાં દાખલા છે ત્યારે ગઈકાલે જ અંડરબ્રિજમાં રાત્રે પાણી ભરાયું હોવાથી મિકેનિકલ એન્જિનિયર તેમના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો.

આ સમયે પાણીને કારણે બાઇક સ્લીપ થતા જ યુવાન તથા તેનો મિત્ર રસ્તા પર ફંગોળાઇ રોડ પર પટકાઈ ગયા હતા. બંનેને સારવારમાં લઈ જવામાં આવતા મિકેનિકલ એન્જિનિયરનું મોત થયું હતું. મૃતક વિધવા માતાનો એકનો એક દીકરો તેમજ બે બહેનોનો એકનો એક ભાઇ હતો.

યુવાન નાનામવા રોડ પર રાજનગર-3માં રહેતો હતો:
મળી રહેલ જાણકારી પ્રમાણે નાનામવા રોડ રાજનગર-3માં રહેતો તેમજ મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો દેવેન્દ્રસિંહ ભૂપતસિંહ ડાભી ગઈકાલે રાત્રિના તેના મિત્ર હર્ષદ રાવરાણીની સાથે બાઇક લઇને કિસાનપરા ટોક તરફ નાસ્તો કરવા માટે જઈ રહ્યા હતાં.

આ સમયે અંડરબ્રિજ નજીક પહોંચતા ત્યાં પાણી ભરાયેલ હોવાને લીધે બાઇક ધીમું કરવા જતાં અચાનક સ્લીપ મારી ગયું હતું તેમજ દેવેન્દ્રસિંહ ડાભી તથા મિત્ર હર્ષદ રસ્તા પર ફંગોળાઈ ગયા હતા તેમજ બંનેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં દેવેન્દ્રસિંહ ડાભીનું મોત થયું હતું.

ચાર મિત્રો બે બાઇક પર નાસ્તો કરવા જતા હતા:
દેવેન્દ્રસિંહ ડાભીના મિત્ર રોહિત ગોહેલ જણાવે છે કે, દેવેન્દ્રસિંહ 2 બહેનના એકના એક નાના ભાઇ હતા. આની સાથે જ તે મિકેનિકલ એન્જીનિયર હતા તથા મવડી રોડ પર કંપનીમાં નોકરી કરી રહ્યા હતાં. તેના પિતા હયાત નથી. માતા સરોજબેન ડાભી સિલાઇ કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.

દેવેન્દ્રસિંહ વિધવા માતાના એકના એક આધારસ્તંભ હતા. આગળ રોહિત જણાવે છે કે, રાત્રિના 11 વાગ્યાનાં સુમારે  હું અને મિત્ર હિતેન ભટ્ટી એક બાઇક પર તેમજ મિત્ર દેવેન્દ્રસિંહ અને હર્ષદ રાવરાણી બીજી બાઇક પર એમ 2 બાઇક પર 4 મિત્રો ઘરેથી કિસાનપરા ચોકમાં નાસ્તો કરવા જવા માટે નીકળ્યા હતાં.

અંડરબ્રિજની લોખંડની જાળીમાંથી સતત પાણી નીકળે છે:
મહિલા કોલેજ અન્ડર બ્રિજમાંથી મહારાણી લક્ષ્મીબાઇની પ્રતિમા બાજુ જવાના માર્ગ પર ડીસીબીની ઓફિસ નજીક વળાંક લેતાં જ દેવેન્દ્રસિંહનું વાહન સ્લીપ મારી ગયું હતું. અન્ડરબ્રિજમાં લોખંડની જાળીમાંથી સતત પાણી નીકળતું હોવાને લીધે રસ્તા ભીના થઇ ગયા હોવાથી વાહનના ટાયરો ભીના થયા હોવાથી વળાંકમાં તેનું બાઇક સ્લીપ મારી ગયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…