જાણો શા માટે પિતૃઓને હંમેશા ખીર પૂરીનો જ ભોગ ધરાવવામાં આવે છે? કારણ જાણીને ચોંકી ઉઠશો

232
Published on: 5:55 pm, Mon, 20 September 21

સોમવારનાં રોજ એટલે કે, 20 સપ્ટેમ્બરને આજથી જ શ્રાદ્ધની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ દરમિયાન તમામ લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે ત્યારે એવું માનવામાં આવે છે કે, આ સમયગાળા દરમિયાન પિતૃઓ ધરતી ઉપર વાસ કરે છે જેથી લોકો તેમને ખુશ કરવા માટે તેમજ તેમના આશીર્વાદ લેવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

ચોખા દ્વારા પિંડ કેમ બનાવવામાં આવે છે?
શ્રાદ્ધ પક્ષ વખતે મોટાભાગના લોકો પિંડદાન કરતી વખતે ચોખા દ્વારા પિંડ બનાવવામાં આવતું હોય છે. એવી માન્યતા રહેલી છે કે, ચોખાની તાસીર ઠંડી હોવાથી પિતૃઓને શીતળતા આપવા માટે લોકો ચોખાના પિંડ બનાવતા હોય છે. ચોખાની સિવાય જવ, કાળા તલના પણ પિંડ બનાવવામાં આવતા હોય છે. ચોખાના પિંડ બને તેને સૌપ્રથમ ભોગ માનવામાં આવે છે.

હાથમાં કુશાનું મહત્ત્વ:
જે કોઈ લોકો આ સમયગાળા વખતે પિંડદાન કરે છે તેમજ પોતાના પૂર્વજોને પ્રસન્ન કરે છે તેઓ કુશાને પોતાના હાથની આંગળીમાં ધારણ કરે છે. જો કે, કુશા તથા દૂર્વા એમ બંને જ શીતળતા આપે છે તેમજ કુશાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલે કે, શ્રાદ્ધ દરમિયાન તેને લોકો હાથમાં ધારણ કરતા હોય છે.

ભોજનનું મહત્ત્વ:
હિંદુ ધર્મમાં મોટાભાગના જાણતા જ હોય છે કે, પ્રાણીઓને ખૂબ જ પ્રેમથી રાખવામાં આવે છે તેમજ તેમાં દેવી-દેવતાઓનો વાસ રહ્યો હોવાનુ મનાય છે ત્યારે આ દરમિયાન ગાયને લોકો ભોજન કરાવતા હોય છે. આની સાથે જ પિતૃઓને કાગડાનું સ્વરૂપ માનવમ આવે છે. અણી સાથે-સાથે જ તેને યમદૂતના સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે કાગડાને પણ ભોજન કરાવવામાં આવે છે.

પિંડદાન કરવા માટે કયો સમય સૌથી શ્રેષ્ઠ?
જો તમે પિંડદાન કરી રહ્યા હો તો ક્યારેય પણ સવારનો સમય પસંદ કરશો નહીં. આવું કરવા માટે હંમેશાં બપોરનો સમય પસંદ કરવો જોઈએ. જો કે, આ સમય દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી ઉપર સીધા પડતા હોવાથી એવી માન્યતા રહેલી છે કે, શ્રાદ્ધને પિતૃઓ સૂર્યના પ્રકાશથી જ મેળવીને ગ્રહણ કરી શકે છે. આની સાથે જ સૂર્યના પ્રકાશની મદદથી પિતૃઓ સુધી ભોજન પહોંચાડી શકાય છે.

ખીર અને પૂરીનો ધરાવો ભોગ:
શ્રાદ્ધમાં ખીર બનાવવામાં આવતો હોય છે જેને પયાસ અન્ન તરીકે ઓળખવામાં આવે છે, તેને દૂધમાં ભેળવીને બનાવવામાં આવતી હોય છે તેમજ પકવેલા ભોજનમાં ખીરને સામેલ કરીને પિતૃઓને દાન કરવામાં આવે છે. જો કે, ખીરની સાથે-સાથે પૂરીનો પણ ભોગ ધરાવાય છે. મહેમાન તરીકે જ્યારે પિતૃઓ આવે ત્યારે તેમને આ ભોગ જ ધરાવાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…