
આપણી સંસ્કૃતિમાં લગ્નજીવનને ખૂબ મોટો સંસ્કાર માનવામાં આવે છે,જેના માટે દુનિયાભરમાં રિવાજો માનવામાં આવે છે,અહીંની દરેક પરંપરાનો એક અર્થ હોય છે.તેમાંના સૌથી લોકપ્રિય રસમ હળદર લગાવવાની માનવામાં આવે છે. હલ્દી વિના કોઈ લગ્ન પૂર્ણ થતા નથી.અહીં હલ્દીનો ઉપયોગ ખૂબ પવિત્ર મનાય છે.
સમારોહ દરમિયાન હલ્દી નો લેપ વર-કન્યાના ચહેરા,ગળા,હાથ અને પગ પર લગાવાય છે.આ સમારોહમાં લોકગીતો અને નૃત્ય પણ કરવામાં આવે છે.ચાલો આપણે જાણીએ કે આખરે હળદર કેટલી ફાયદાકારક છે.
ચહેરા પર ચમક લાવવા માટે: પહેલાના દિવસોમાં,જ્યારે કોસ્મેટિક બ્યૂટી ટ્રીટમેન્ટ્સ અને સલૂન્સ ઉપલબ્ધ ન હતા,ત્યારે ભારતીયો તેમના લગ્નના દિવસે કંઇક અલગજ દેખાતા હતા તે સુનિશ્ચિત કરવા માટે તેમના કુદરતી સૌંદર્ય રહસ્યોનો ઉપયોગ કરવામાં આવતો હતો.હળદરમાં આવા ગુણધર્મો છે જે ત્વચાને સાફ અને ગ્લોઇંગ બનવામાં મદદરૂપ થાય છે. એન્ટિસેપ્ટિક હોવા છતાં તેના ઔષધીય ગુણધર્મો માટે પણ જાણીતી છે.
હળદર કાળી નજર ને દૂર રાખે છે. મોટાભાગના લોકો માને છે કે હળદર વરરાજાને લગાવવામાં આવે છે કારણ કે હળદર દુષ્ટ આત્માઓને દૂર રાખે છે.તેથી,હલ્દી ની રસમ પછી,લગ્ન સુધી વર-કન્યાને ઘરની બહાર જવાની મંજૂરી હોતી નથી.