જાણો કેમ ભગવાનને હંમેશા ૫૬ ભોગ જ ધરાવવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું આ રહસ્ય જાણી ચોંકી ઉઠશો

180
Published on: 10:39 am, Tue, 21 September 21

મિત્રો આપણે સૌ કોઈ ભગવાન શ્રીકૃષ્ણને તો ઓળખીએ જ છીએ. આની સાથે-સાથે એમની જીવનલીલાઓ વિશે પણ ઘણીવાર ધર્મ ગ્રંથોમાં સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે, ભગવાનને છપ્પન ભોગ શા માટે ચઢાવવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે, કોઈ ઉત્સવ હોય તો ત્યાં ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવતો હોય છે તો આજે આપણે જણાવીશું કે તેની પાછળ કારણ શું છે ?

ભગવાન શ્રી કૃષ્ણનું માખણ ચોર તરીકે પણ ઓળખાય છે. કૃષ્ણ ભગવાનની માખણ તથા મિશ્રી ખુબ જ પસંદ છે. જેથી કૃષ્ણ ભગવાન આખા ગામનું માખણ ચોરીને ખાઈ જતા હતા. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવામાં આવે ત્યારે તેમની પસંદીદા માખણ તથા મીશ્રીનો ભોગ ધરવામાં આવતો હોય છે.

આની સિવાય પણ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે 56 પ્રકારનો ભોગ પણ ધરવામાં આવતો હોય છે. જેને લીધે ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે. તો તેની પાછળની એક કથા પણ રહેલી છે. ભગવાન શ્રીકૃષ્ણને 56 પ્રકારના વ્યંજન પિરસવામાં આવતા હોય છે. આ 56 પ્રકારના વ્યંજનને છપ્પનભોગ તરીકે ઓળખવામાં આવે છે.

આ છપ્પનભોગ કૃષ્ણ ભગવાને ધરાવવાનો ખુબ મહિમા રહેલો છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ ધરવા માટે ધર્મગ્રંથોમાં અનેક કહાની રહેલી છે. પહેલી કથા પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે માતા યશોદા એ બાલ કૃષ્ણને એક દિવસમાં 8 વવખત ભોજન કરાવતા હતા.

જ્યારે ઇન્દ્ર ભગવાનના પ્રકોપથી સંપૂર્ણ વ્રજગામમાં પુર આવ્યું ત્યારે શ્રી કૃષ્ણને સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. ત્યારપછી આઠમનાં દિવસે ઇન્દ્રદેવનો પ્રકોપ શાંત થતા વરસાદ પણ થોભી ગયો હતો. આ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજવાસીઓને બહાર નીકળવા કહ્યું હતું.

જેને લીધે ભગવાન શ્રી કૃષ્ણ સતત 7 દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. ક્યાં આ એક દિવસમાં 8 વખત ભોજન કરનાર બાળકૃષ્ણ અને ક્યાં આ સાત દિવસ ભૂખ્યા રહેલ ભગવાન શ્રી કૃષ્ણ !! આ જોઈને તેમની માતા તથા વ્રજવાસીઓને દુઃખ થયું હતું. જેથી યશોદામાતા તથા વ્રજવાસીઓ સહિત 7 દિવસના આઠ પ્રહરના હિસાબે વ્યંજનના આ ભોગ ધરવામાં આવ્યો હતો.

આમ દરેક ભોજન થઈને 56 પ્રકારના ભોજન હતા જેથી તેમને છપ્પનભોગ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદથી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા હોય ત્યારે લોકો છપ્પનભોગ પ્રસાદ રૂપે ધરાવે છે.

તો મિત્રો એક માન્યતા અનુસાર બીજી વાત એવી પણ પ્રચલિત છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાત દિવસ ભૂખ્યા રહીને કષ્ટ ભોગવ્યું ત્યારબાદ આ સ્વાદિષ્ટ 56 ભોગ મળ્યા. તેથી મિત્રો જ્યારે પણ જીવનમાં સમસ્યાઓ કે કષ્ટ આવે તો સમજી લેવું કે તમને છપ્પનભોગ જેવું બહુ મોટું ફળ પ્રાપ્ત થવાનું છે. જો શ્રદ્ધાથી 56 ભોગ ભગવાનને ધરવામાં આવે તો તેનું શુભ ફળ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…