સારા લોકો જ કેમ વધુ દુઃખ મળે છે? ભગવાન શ્રી કૃષ્ણે એવી વાત કહી દીધી કે, જાણી મન મોહિત થઇ જશે

Published on: 3:52 pm, Wed, 18 August 21

મહાભારતના યુદ્ધને હજારો વર્ષો વીતી ગયા હોવા છતાં પણ હાલમાં તેના રહસ્યો તમામ લોકોને આશ્ચર્યચકિત કરે છે. લોકો હજુ પણ આ રહસ્યોને લઈ મહાભારત અંગે ઉત્સુકતા ધરાવતા હોય છે. સામાન્ય રીતે મિત્રો તમે જોયું હશે કે, તમામ લોકોનું સારું કરનારને જ ઘણીવાર ખુબ જ દુખ સહન કરવું પડતું હોય છે.

ભગવાન પાસે બસ એક જ પ્રશ્ન મોં માંથી નીકળી જતો હશે કે, કોઈનું ખરાબ ન કરવા છતાં પણ કેમ દુઃખ જ જીવનમાં આવે છે? તો મિત્રો આજે અમે આ લેખમાં ભગવાન શ્રી કૃષ્ણે કહેલ વચન પરથી આ પ્રશ્નનો ઉત્તર રજુ કરવાનો એક પ્રયત્ન કર્યો છે, તો જાણી લો આ સવાલનો જવાબ હવે તમેપણ…

જીવન ખૂબ વિચિત્ર છે. જેમાં દેખાય છે તે સમાન નથી. આની પાછળ કેટલાક પરિમાણો છુપાયેલા છે પણ એક વાત ચોક્કસ છે કે, જ્યારે પણ આપણે ખોટી વસ્તુઓ કરીએ છીએ, ખોટી રીતે કરીએ છીએ ત્યારે તેનું ફળ આપણે કોઈ પણ સમયે ભોગવવું જ પડતું હોય છે.

હાલમાં કેટલાક નેતાઓ, પ્રધાનો, ગુંડાઓ, બદમાશો તથા છેતરપિંડી કરનાર લોકો આનંદમાં જીવતા હોય છે તથા પ્રામાણિક લોકો મૃત્યુ પામતા હોય છે. આ પ્રશ્ન તમામ લોકોના મનમાં થતો હોય છે કે, “હે ભગવાન, મને જ કેમ દુખ ? ” સર્વ વસ્તુઓનો સર્જક છે તથા તે સર્વશક્તિમાન છે.

કેટલાક લોકો એમ કહી શકે છે કે, સમગ્ર વિશ્વમાં જે કંઈ પણ થાય છે કે, સારું કે ખરાબ તેની સાથે કરવામાં આવે છે, તે તમામ વસ્તુ માટે જવાબદાર છે. મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે, ભગવાન ક્યારેય પણ કોઈનું ખરાબ નથી કરતા. હા, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, માનવીનું નસીબ તેના પારિવારિક ક્રિયાઓથી સંબંધિત છે.

એનો સરળ અર્થ એ થાય છે કે, તમારા પૂર્વજોએ તેમના જીવનકાળમાં જેવા પ્રકારનું કાર્ય કર્યું છે તેના આધારે, તમારું નસીબ અમુક હદ સુધી નિર્ભર રહે છે. જેને કારણે, તમે જોયું જ હશે કે કેટલાક દુષ્ટ સ્વભાવ હોવા છતાં, તેની સાથે બધુ સારું થતું હોય છે. કારણ કે તેના પૂર્વજોએ ભૂતકાળમાં કઈક સારી વસ્તુઓ કરી હશે.

આની સાથેનો સૌથી મોટુ સત્ય એ છે કે, આ તમામ બાબતોથી મનુષ્ય ક્યારેય પણ આનંદિત થવું જોઈએ નહીં અથવા વિચલિત થવું જોઈએ નહીં કારણ કે, જ્યારે માણસ મુશ્કેલીમાં આવે છે ત્યારે તેને ધર્મના માર્ગ ઉપર ચાલવા પ્રેરે છે. એકવખત અર્જુને ભગવાન શ્રીકૃષ્ણજીને પૂછ્યું હતું કે, ભગવાન ! છેવટે, સારા લોકોનું ખરાબ કેમ થાય છે?

આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જણાવે છે કે, એવું લાગે છે કે સારા કર્મો માટે ખરાબ કર્મ થઈ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જણાવ્યું હતું કે, માણસે પોતાના પાછલા જન્મમાં કેટલા પાપો કર્યા છે તે પણ ઘણીવાર આ જનમમાં ભોગવવા પડી શકે છે.