શા માટે સુર્યાસ્ત પછી અગ્નિસંસ્કાર આપવામાં આવતો નથી ? જાણો તેના પાછળનું ચોકાવનારું રહસ્ય…

3104
Published on: 1:21 pm, Thu, 25 February 21

દરેક ધર્મની મૃત્યુને લઈને પોતપોતાની અલગ અલગ રીત અને રિવાજો હોય છે. એક હિન્દી કહેવત અનુસાર ‘જીના જુઠ હૈ ઔર મરના સત્ય હૈ.’ આવામાં મનુષ્યની આખી જિંદગી માયાના ભોગવિલાસમાં ખોવાઈ જાય છે અને તેઓ ભૂલી જાય છે કે આ માયા આપણા કોઈ કામની નથી અને એક દિવસ આ બધું છોડીને આપણે મળવાનું છે. ત્યાં સુધી કે મૃત્યુ બાદ આપણે આપણું શરીર પણ સાથે નથી લઈ જઈ શકતા. ફક્ત આપણી આત્મા જ આપણી સાથે આવે છે તે માટે મૃત્યુ બાદ શરીરને નષ્ટ કરવામાં આવે છે.

મૃત્યુ બાદ ક્રિયાકર્મ માટે દરેક દેશમાં અલગ-અલગ પરંપરાઓ છે.

હિન્દુ અને શીખ ધર્મમાં મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરને બાળવામાં આવે છે.

તેમ જ બીજી તરફ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં મૃત્યુ પામેલ વ્યક્તિ ને કબર કરીને જમીનમાં દાટવામાં આવે છે.

હિન્દુ ધર્મના શાસ્ત્રોનું માનીએ તો મનુષ્ય તેના જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કાર માનવામાં આવે છે જેમાં પ્રથમ સંસ્કાર તેના જન્મનો અને સોળમો સંસ્કાર તેના મૃત્યુ નો માનવામાં આવે છે જેને લોકો સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂર્ણ કરે છે. આ સંસ્કારમાં લોકો વ્યક્તિના મૃત્યુ બાદ ઘણા પ્રકારના રિવાજો નિભાવે છે.મૃત્યુ બાદ વ્યક્તિને નવરાવી ને નવા કપડાં પહેરાવવામાં આવે છે. ત્યારબાદ લાશને સ્મશાનમાં લઇ જવામાં આવે છે અને ત્યાં તેને બાળવામાં આવે છે.

હિન્દુ ધર્મના ગરુડ પુરાણમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને સૂર્યાસ્ત બાદ અગ્નિ સંસ્કાર ન કરવો જોઈએ. આવું કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માને ક્યારેય શાંતિ મળતી નથી. પછી ભલે તે અંતિમ સંસ્કાર ગમે તેટલા વિધિ વિધાનોદ્વારા કરવામાં આવ્યા હોય. મૃતકના આત્માને ક્યારે મુક્તિ મળતી નથી.

એવી માન્યતા છે કે સૂર્યાસ્ત બાદ જો કોઈ વ્યક્તિને બળવામાં આવે તો તે પરલોકમાં જઈને બહુ કષ્ટ ભોગવે છે અને જો તેનો પુનર્જન્મ થાય તો તેનું કોઈ ને કોઈ અંગ ખરાબ હોય છે.