સોળ શણગાર મહિલાઓનાં જીવનમાં ભજવે છે અગત્યનો ભાગ- જાણો ‘સોળે શણગાર’ વિશે

176
Published on: 6:02 pm, Wed, 2 February 22

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે શણગારનું ખુબ મહત્વ રહેલું હોય છે ત્યારે આ 16 શણગારમાં ચાંદલો, સિંદૂર, કાજલ, મહેંદી, પાનેતર, ફુલગજરો, ટીકો, નથણી, બૂટી, મંગલસૂત્ર, બાઝુબંધ, બંગડી, વીંટી, કંદોરો, વીછીયા, પાયલ વગર શણગાર અધૂરો ગણાતો હોવાનું માનવામાં આવે છે. મહિલાઓ માટે સૌથી અગત્યની વસ્તુ હોય છે શણગાર, મહિલાની સાથે બીજું કંઈ હોય કે ન હોય પરંતુ શણગારની વસ્તુ હંમેશા તેમના બેગમાં મળી રહેતી હોય છે.

હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં 16 શૃંગારનું ખાસ મહત્વ રહેલું હોય છે કે, જેથી મહિલાઓ હંમેશા શણગાર વિશે ખુબ જ કાળજી રાખતી હોય છે. 16 શણગારની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનું ધાર્મિક મહત્વ રહેલું છે આની ઉપરાંત વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલ છે.

જયારે 16 શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. જયારે ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે 16 શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું રહેલું છે. આવો જાણીએ આનાં વિશે વિગતવાર…

ચાંદલો:
માથામાં કપાળે ભ્રમરની વચ્ચે કંકુનો ચાંદલો કરવામાં આવતો હોય છે. જેનું કદ નાનું મોટું તથા લાંબો અથવા તો ગોળાકાર હોય શકે છે કે, જ્યાં ચાંદલો કરાય છે એ માથાના ભાગમાં નર્વ પોઇન્ટ છે કે, જેથી ભ્રમરકેન્દ્ર પર બિંદી કરવાથી મહિલાઓમાં એકાગ્રતા વધે છે તેમજ મનનું સંતુલન રહે છે.

સિંદુર:
લગ્ન કર્યા બાદ મહિલાને તેના પતિ દ્વારા માથામાં સિંદુર ભરવામાં આવે છે. એવું કહેવાય છે કે, સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે માથામાં સિંદુર લગાવતી હોય છે. સિંદુર લાલ લેડ ઓકસાઈડમાં પારો તથા સીસુના ભુક્કામાંથી બને છે એટલે કે, સિંદુર લગાવવાથી મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું માનવામાં આવે છે. સિંદુર મહિલાઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે. આની સાથે જ શાંત પણ રાખે છે.

કાજલ:
કાજલ મહિલાની સુંદરતામાં વધારો કરે છે. જયારે આંખોની સુંદરતામાં કાજલ વધારો કરે છે. આની સાથે જ એવું પણ મનાય છે કે, કાજલ (આંજણ) લગાવવાથી કોઈની નજર લાગતી નથી પણ કાજલથી આંખોને ઠંડક મળે છે તેમજ નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

મહેંદી:
કોઇપણ શુભ પ્રસંગ અથવા તો તહેવાર પ્રસંગે મહિલાઓ અથવા તો યુવતીઓ પોતાના હાથમાં મહેંદી લગાવતી હોય છે. એવું કહેવાય છે કે, હાથમાં મહેંદીનો રંગ જેટલો વધુ ખીલે એટલો વધુ પતિનો પ્રેમ મળે છે પણ આ સાચી વાત નથી. ખરેખર તણાવને ઓછો કરવા મહેંદી લગાવવામાં આવે છે. આની સાથે જ મહેંદી ઠંડક પણ આપે છે.

પાનેતર:
લગ્નમાં કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર માનવામાં આવે છે. ખાસ કરીને સફેદ તથા લાલ રંગનો પાનેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શાંતિ તથા લાલ રંગ શુભ ગણવામાં આવે છે એટલે જ સફેદ તથા લાલ રંગના પાનેતરને શુભ માનવામાં આવે છે.

ફુલ ગજરો:
ફૂલથી તૈયાર થતો ગજરો એક પ્રાકૃતિક શુંગાર છે. ગજરો વાળ તથા મહિલાની સુંદરતામાં વધારો કરે છે. ગજરો ધારણ કરવાથી મહિલાઓનું ધૈર્ય જળવાઈ રહે છે આની સાથે જ તાજગી પણ આપે છે. જયારે ફૂલોની સુગંધ તણાવ પણ દૂર કરવામાં મદદ કરે છે.

નથણી:
મહિલાના નાકમાં પહેરાતી નથણી અથવા તો ચૂંકનો સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે રહેલો છે. નાકની અમુક નસો ગર્ભાશયની સાથે જોડાયેલી હોય છે એ માટે નાક વિધાવવામાં આવે છે. નથણી પહેરવાથી પત્નીના શ્વાસથી સિધિ અસરથી પતિને રક્ષણ મળી રહે છે.

કાનમાં બૂટી:
કાન વિધવાની સાથે વૈજ્ઞાનિક કારણ જોડાયેલ છે. કાનમાં બૂટી પહેરવામાં આવે છે કે, તે એકયુપ્રેસન પોઇન્ટ છે કે, જેના પર આભૂષણનું દબાણ આવવાથી કિડનીમાં બ્લડ સરકયુલેશનની કામગીરીમાં સુધારો જોવા મળે છે.

મંગળસૂત્ર:
સૌભાગ્યવંતી સ્ત્રી હંમેશા મંગળસૂત્ર પહેરે છે. મંગળસૂત્ર પહેરવાથી સકારાત્મક ઉર્જા મળે છે તથા મહિલાના હ્રદય તથા મનને શાંત રાખે છે. સોનાનું મંગળસૂત્ર ધારણ કરવાથી શરીરમાં બળ તથા તેજમાં વધારો થાય તેવી પણ એક માન્યતા રહેલી છે.

બાજુબંધ:
બાવડા પરની બાજુમાં આ આભૂષણ પહેરવામાં આવે છે. પહેલાના સમયમાં બાવડા પર આ પહેરવું ખુબ જરૂરી મનાતું હતું. બાજુબંદથી લોહીના ભ્રમણની ગતિ બરાબર રહે છે કે, જેથી મહિલાને ઘરકામ કરવામાં શરીરને ધસારો લાગતો નથી તેમજ ખંભા અને સ્નાયુના દુ:ખાવાથી મુક્તિ મળે છે.

બંગડી:
હાથ પર પહેરાતી બંગડી અગત્યનો હાથનો શુંગાર છે કે, બંગડીએ પતિ-પત્નીના ભાગ્ય તેમજ સંપન્નતાનું પ્રતિક રહેલું છે. ચૂડીનો સિધો સંબંધ ચંદ્રની સાથે રહેલો છે. એવુ માનવામાં આવે છે કે, બંગડી પહેરવાથી કાંડામાં થતા બ્લડ સલ્યુલેશનમાં સુધારો થાય છે તેમજ બ્લડ પ્રેસર કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે.

વીંટી:
વીંટી પહેરવાની સાથે હ્રદયનો સહાય સ્નેહ વીટળાયેલો રહે છે. અનામિકા આંગળીની નસ સીધી હ્રદયની સાથે જોડાયેલ છે. જેથી તેના પર પહેરેલ વીંટીથી પ્રેસર આવે એનાથી સ્વસ્થતા પણ રહે છે.

કમરબંધ:
નાભિ પરના હિસ્સામાં પહેરાતા શૃંગારને કમરબંધ કહેવામાં આવે છે. મહિલા તથા નાના બાળકો કમરબંધ પહેરતા હોય છે. કમરબંધ સ્ત્રીઓને માસિક દરમિયાન થતી પીડામાંથી રાહત આપે છે. આની સાથે જ પાચન શકિતમાં વધારો કરે છે. પેટ સંબંધીત બિમારીને અટકાવામાં પણ કમરબંધ ભાગ ભજવે છે.

વીછિયા:
વિવાહ કર્યા પછી મહિલાઓ પગની આંગળીમાં વીછિયા પહેરે છે. એવી માન્યતા રહેલી છે કે, વીછિયા પહેરવાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ખુબ સારુ રહે છે. વીછિયા પહેરવાથી પગની આંગણીના બ્લડની ગતિ નિયંત્રણમાં રહે છે. ચાંદીની વીછિયા પહેરવાથી મહિલાને પગને લગતા રોગમાંથી રાહત મળે છે.

પાયલ::
પગને સુંદર બનાવતું સૌથી આકર્ષક આભૂષણ એટલે પાયલ છે. પગમાં પાયલ પહેરવાથી સાઇટિકામાં રાહત મળે છે. આની સાથે જ પગની એડીમાં દુખાવામાંથી પણ રાહત આપે છે. હાલમા સ્ત્રીઓ માટે આ શૃંગાર કરવો શક્ય નથી બનતું. જયારે પહેલા આ શૃંગાર થતો હતો. અણી પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા હતા. જેથી તે ખુબ જ અસરકારક પણ સાબિત થતા હતા.