99% લોકો નહિ જાણતા હોય કોણે બનાવ્યા ગિરનારના 9,999 પગથિયા? જાણો તેની પાછળનો ઈતિહાસ

Published on: 6:02 pm, Tue, 29 November 22

તમે પણ જાણો છો કે ગિરનાર એ બધા માટે આસ્થાનું પ્રતિક છે. મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેયનો વાસ છે. તો આજે આપણે જાણીશું કે, જૂનાગઢ ગિરનારના 9,999 પગથિયાં કોણે અને ક્યારે બાંધ્યા? આપણે જાણીએ છીએ કે, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે.

દિવાળી દરમિયાન લોકો લીલી પરિક્રમાની પ્રદીક્ષણા કરવા આવે છે. આ એક સદી પહેલાની વાત છે જ્યારે ઉદયન મંત્રી ગુજરાતને વિજય તરફ દોરીને રણ છાવણીમાં હતા. પરંતુ, યુદ્ધમાં તે ઘાયલ થયા હતા. બાદમાં યુદ્ધમાંથી પાછા ફરતી વખતે તેમનું મૃત્યુ થયું હતું. આ સમય દરમિયાન તેમણે પુત્રને એક સંદેશ આપ્યો હતો.

જ્યારે તેમના પુત્રએ આ સંદેશ વાંચ્યો ત્યારે લખ્યું હતું કે, મારી ઈચ્છા છે કે શેત્રુજય પરના યુગાદી દેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે અને ગિરનાર તીર્થમાં સીડીઓ બનાવવામાં આવે. આ સંદેશ વાંચીને પુત્રએ શેત્રુજય પર યુગાદી દેવનું મંદિર બનાવ્યું અને મહાત્મા ઉદયની ઈચ્છા પૂરી કરી. પરંતુ, હવે ગિરનાર પર સીડીઓ બાંધવાની બાકી હતી.

પિતાના કહેવા મુજબ પુત્ર જૂનાગઢથી ગિરનાર પર પગથીયા બનાવવા આવ્યો. અહી તેણે પર્વત પર ઉંચી ખડકો અને ભેખડો જોયા. આ બધું જોઈને તેઓ મૂંઝાઈ ગયા. તેની સાથે આવેલા શિલ્પકારોએ ખૂબ મહેનત કરી પરંતુ ક્યાંથી શરૂઆત કરવી તે કોઈને સમજાતું ન હતું. પુત્ર બાહડ મંત્રીએ ઘણું વિચાર્યું.

પછી ગિરનારની રક્ષક માતા અંબાને યાદ કરીને તેમણે વ્રત લીધું અને મા અંબાના ચરણોમાં બેસી ગયા. મારા મનમાં એક જ વિચાર આવ્યો કે માતા મને રસ્તો બતાવે જેથી હું ગિરનાર પર પગથીયા બનાવી શકું. તેણે ઘણા દિવસો સુધી ઉપવાસ કરવાનું શરૂ કર્યું. મંત્રીને વિશ્વાસ હતો કે, અણધારી રીતે મારી માતા સમસ્યા હલ જરૂર કરશે.

વ્રતના છેલ્લા દિવસે માતા અંબા પ્રગટ થયા અને કહ્યું, “હું જે રસ્તે અક્ષત નાખતી જાઉં તે રસ્તે પગથિયાનું સર્જન કરજે.” ત્યારે મંત્રી ખુશ થયા. બાદમાં અઢળક પૈસા ખર્ચીને ગિરનાર પગથિયું બની ગયું. અને ત્યાર બાદ શિલ્પકારો દ્વારા ગિરનારના 9,999 પગથિયા બનાવવામાં આવ્યા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…