‘ગ્રીષ્મા હત્યાકાંડ’ હજુ પૂરો નથી થયો ત્યાં તો, કામરેજમાં ફરી એક છોકરીનું કાપ્યું ગળું- સમગ્ર ઘટના જાણી તમારી આત્મા કંપી ઉઠશે

883
Published on: 3:24 pm, Wed, 16 February 22

આપણે બધા સુરત કામરેજ પાસે આવેલા પસોદરા પાટિયા પાસે બનેલી ઘટના વિશે જાણીએ જ છીએ. જેના સાયકો પ્રેમી ફેનિલ ગોયાણીએ પોતાની જીદ અને અહમમાં આવીને પ્રેમિકાનું ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી. આ ઘટના 12 ફેબ્રુઆરીના રોજ બની હતી અને ગઈકાલે તે છોકરીની અંતિમયાત્રા નીકળી હતી તેમાં સેકડો લોકો જોડાયા હતાં.

આજે ફેનીલનું બયાન લેવામાં આવ્યું છે જેમાં ફેનિલ કહે છે કે મારી અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસબંધ બંધાયા હતાં અને ત્યારબાદ ગ્રીષ્માનાં ઘરેથી ગ્રીષ્માને મરી સાથે વાત કરવાની ના પડી હતી. અને તેઓએ મારા માતા-પિતાને પણ માર્યા હતાં તેથી મે આ પગલું ભર્યું છે.

પરંતુ હજુ આ ઘટનાનો અંત આવ્યો નથી ત્યાં તો કામરેજ પાસે ફરી બની આવી જ એક નવી ઘટના. શું છોકરીઓ પર આવાં જ અત્યાચારો થતાં રહેશે? ગુનાઓ આમ જ ચાલતા રહેશે? કામરેજ પોલીસ મથકની હદમાં વધુ એક યુવતીના ગળા ઉપર શેરડી કાપવાના તિક્ષ્ણ કોયતો(છરો) ફેરવી હત્યાનો પ્રયાસ કરાયો છે.

કામરેજના ઘલુડીગામે પિયરમાં રિસામણે આવેલી બહેનના ચરિત્ર્ય ઉપર શંકા રાખીને સગાભાઈએ શેરડી કાપવાનો કોયતો(છરો) ગળાના ભાગે ફેરવી દઈને બેનની હત્યાનો પ્રયાસ કર્યો છે. યુવતીના ગળાના ભાગે 3 સેમી ઊંડો ઘા વાગતા તેણીને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાય છે. પોલીસે ભાઇ વિરુદ્ધ 307 મુજબનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…