ઉતાવળે આંબા ન પાકે… આ યુવકે આવી જ ભૂલ કરી અને ગુમાવ્યો જીવ- જુઓ ઘટનાના ધ્રુજાવી દેતા CCTV

Published on: 4:49 pm, Fri, 27 January 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયી છે. તમે સોશિયલ મીડિયામાં પણ ઘણી ગંભીર અકસ્માતના ઘટનાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાનો હ્રદય સ્પર્શતી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ અકસ્માતનું કારણ એ છે કે, ઓવરટેક કરતી વખતે એક બાઈક ચાલક સામેથી આવતા ટેમ્પા સામે અથડાયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચલવનાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું દર્દનાક મૃત્યુ થયું હતું. આ આખી અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના બાડમેર જીલ્લાના પચપાદરા નામના રેલ્વે ફાટક પાસે બની છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ અવતાર સિંહ હતું અને તેમની ઉંમર 28 વર્ષની હતી. અવતાર સિંહ આજે સવારે 10:00 વાગ્યાની આજુબાજુ રેલ્વે ફાટક તરફ જઈ રહ્યો હતો. તે પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. આ દરમિયાન જોધપુર રોડ ઉપર કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે.

કારની બાજુમાં થયી તે ઓવર ટ્રેક કરતી વખતે શનિદેવના મંદિર પાસે બાઈક ઉપરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બાઇક આડી પડી જતા તેનો અકસ્માત થયો. આ દરમિયાન અવતારસિંહની સામે આવતા ટેમ્પાની સાથે  અડફેટે આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં રેહલા ગેરેજમાં લાગેલા સીસીટીવી કેમેરા આખી ઘટના કેદ થઇ હતી.

આ અકસ્માત થયા બાદ ત્યાંના રહેવાશીયો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારપછી સ્થાનિકોએ એમ્બ્યુલન્સને મારફતે અવતાર સિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોકટરે અવતાર સિંહની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી અને ઘટના સ્થળની મુલાકાત લીધી.  પોતાના દીકરાના મરણ સમાચાર સાંભળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અવતારસિંહના મૃત્યુના કારણે તેના બે નાના નાના બાળકોએ પોતાના પિતાનો હાથ માથેથી કાયમ માટે ગુમાવી હતો. પોલીસે આ આખી ઘટનાને લઈને સીસીટીવી કામેરા જોયા અને આગળાની કાર્યવાહી ચાલુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.