આવનારા આટલા દિવસ યથાવત રહેશે મેઘકહેર- જાણો ક્યા અને કેટલો વરસાદ પડશે?

419
Published on: 3:10 pm, Sat, 18 September 21

ભારેથી અતિભારે વરસાદને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણે જળબંબાકાર સર્જાયો હોય એવા કેટલાક તારાહીનાં દ્રશ્યો રાજ્યના કેટલાક વિસ્તારોમાં સર્જાયા છે ત્યારે હાલમાં આગામી થોડા દિવસમાં રાજ્યમાં ક્યા અને કેટલો વરસાદ વરસશે એને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત સહિત અનેકવિધ પંથકને ઘમરોળ્યા પછી ફરી એકવાર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સર્જાયેલા સર્ક્યુલેશનને લીધે રાજ્યમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ વરસશે.

અહીં નોંધનીય બાબત તો એ છે કે, અત્યાર સુધીમાં આ વર્ષનો 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63% વરસાદ નોંધાઈ ચુક્યો છે. જયારે ગુજરાતમાં હજુ પણ 20% વરસાદની ઘટ રહેલી છે ત્યારે આવા સમયમાં હવામાન વિભાગે આગાહી કરતા લોકોમાં આનંદનો માહોલ ફરી વળ્યો છે.

રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ:
હવામાન વિભાગ જણાવે છે કે, 21 સપ્ટેમ્બર સુધી એટલે કે, આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક અતિભારે વરસાદ પડી શકે છે. જેમા પણ મુખ્યત્વે 19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આની સાથે જ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા તથા પાટણ સહિતના જિલ્લાઓમાં હળવાથી લઈને અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીને કારણે 20-21 સપ્ટેમ્બરનાં રોજ માછીમારોને દરિયો ન ખેડવા અંગેની સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ:
હજુ પણ વરસાદને કારણે 6 સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 56 રસ્તાઓ બંધ થયા છે. જેનાં પૈકી રાજકોટમાં 3 તથા પોરબંદરમાં 1 સ્ટેટ હાઈવેની ઉપરાંત અમરેલી-જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર બંધ પડ્યો છે. જ્યારે પંચાયત હસ્તકના 49 રસ્તાઓ બંધ પડ્યા છે. જેનાં પૈકી પોરબંદરના 11 તથા જામનગર-જૂનાગઢના 10 રસ્તાઓ બંધ પડ્યા છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો:
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે ત્યારે શુક્રવારે ડેમની સપાટીમાં 19 સેમીનો વધારો થયો છે. જયારે ઉપરવાસમાંથી ડેમમાં હાલમાં કુલ 22,797 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…