ગણેશજીના આ મંદિરમાં દર્શન માત્રથી જ થાય છે દરેક મનોકામના પૂરી- લાખો લોકો આવે છે અને…

164
Published on: 10:13 am, Thu, 2 September 21

ઘણા બધા ભગવાનના મંદિરો આપણા દેશમાં આવેલા છે. દરેક મંદિરમાં તેના ઘણા બધા રહસ્યો હોય છે, અને તેથી જ અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. આ મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝાથી માત્ર ચાર કિલોમીટર દૂર પુષ્પાવતી નદીના કિનારે ઐઠોરમાં ડાભી સૂંઠ વાળા ગણપતિ દાદાનું મંદિર આવેલું છે.

આ મંદિરમાં ગણપતિદાદાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે. લગભગ બારસો વર્ષ જૂનું આ મંદિર છે. એટલું જ નહીં, આ મંદિરમાં દાદાની મૂર્તિ માટીમાંથી બનેલી છે.

અહીં પ્રાચીન મૂર્તિમાં સિંદૂર અને ઘીનો લેપ લગાવવામાં આવે છે. એક ઘણા વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર પણ આ ગણપતિ મંદિરમાં આવેલું છે. આ મંદિરમાં ગામના લોકો ગણપતિદાદાના જન્મદિવસે મંદિરમાં હવન અને પૂજા પણ કરે છે.

દર વર્ષની ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે આ મંદિરમાં મેળો પણ ભરાય છે. તે દરમિયાન ઘણા લોકો આવતા હોય છે. દરેકે લોકો તેમનું કોઈ સારું કામ કરતા પહેલા ગણપતિ દાદાની પૂજા કરતા હોય છે. અહીંયા મંદિરમાં દર્શન કરવાથી બધા ભક્તોના દુઃખો દૂર થતા હોય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…