આખરે ક્યારે લેશે સંપૂર્ણ ગુજરાત માંથી મેઘરાજા વિદાય- હવામાન વિભાગે આપી સૌથી મહત્વની જાણકારી

394
Published on: 6:33 pm, Thu, 16 September 21

પશ્વિમ સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર-પાંચ દિવસમા અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જોકે આ વરસાદ ખેતીના પાકોને નુકસાન કરી શકે છે. સૌરાષ્ટ્રમાં નોર્મલ વરસાદ કરતાં જે વરસાદની ઘટ જોવા મળી હતી. એમાં માત્ર હવે 7% ટકા વરસાદનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી 37% જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે. તેમ છતાં સૌરાષ્ટ્રના ઘણાં ખેડૂતો વરસાદ વિદાયની રાહ જોઈ રહ્યા છે.

છેલ્લા બે-ત્રણ વર્ષથી પાછોતરા વરસાદ ખૂબ જ વધારે પ્રમાણમાં પડી રહ્યો છે. પાછોતરા વરસાદ મગફળી, કપાસ, બાજરી, કઠોળ જેવા ધાન્યના પાકોને નુકસાન કરે છે. Weather મોડેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં બેક-ટુ-બેક લો-પ્રેશર સિસ્ટમું બની રહી છે.

1 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભારતમાંથી ચોમાસુ વિદાય લઇ લેતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ચોમાસુ મોડું વિદાય લઇ રહ્યું છે. જો આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ચોમાસું સમયસર બેસી ગયું હતું અને હવે વિદાય મોડું લે તેવું લાગી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ભારતમાંથી 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય થવાનું શરુ થઇ શકે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. અથવા તો સપ્ટેમ્બર મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ચોમાસુ વિદાય લઇ શકે છે. ગયા મહિના કરતા પણ વધારે સક્રિય ચોમાસું આ મહીને રહ્યું છે.

વેધર મોડલ મુજબ, સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાની શક્યતા રહેલી છે. હાલમાં એક લો-પ્રેશર સિસ્ટમની અસર ચાલુ છે. જ્યારે 20 તારીખ આજુબાજુ પણ બંગાળની ખાડીમાં બીજું નબળું લો-પ્રેસર બની શકે છે. તેમની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. જેને કારણે ચોમાસું વિદાય મોડું લઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…