સો-સો સલામ છે આવા ખેડૂતની દાતારીને! બાળકોને ભણાવવા માટે શાળાના બાંધકામમાં જમીન ઓછી પડી તો ખેડૂતે દાનમાં આપી 4 વીઘા જમીન

219
Published on: 3:15 pm, Sat, 23 July 22

ઘણા લોકો તેમનું આખું જીવન સેવા પાછળ સમર્પિત કરી દેતા હોય છે, ત્યારે આજે આપણે એક એવા જ મધ્યપ્રદેશના એક ખેડૂત વિષે વાત કરીશું, કર્યું, આ ખેડૂતે શાળાના નિર્માણ માટે પોતાની ચાર વીઘા જમીન દાનમાં આપી દીધી હતી, તે જમીનની કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા હતી, તો પણ આ ખેડૂતે એક પણ પળનો વિચાર કર્યા વગર દાનમાં આપી દીધી હતી.

મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના મહિદપુર ગામમાં ખેડૂત બ્રિજેન્દ્ર સિંહ રઘુવંશીએ ઉદારતા બતાવી છે. ગામમાં શાળા બનાવવા માટે જગ્યા ઓછી હતી ત્યારે તેમણે પોતાની 4 વીઘા જમીન સરકારને દાનમાં આપી હતી. ખરેખર, ગામમાં સીએમ રાઇઝ સ્કૂલ માટે 10 વીઘા જમીનની જરૂર હતી.

પરંતુ તે ગામમાં વહીવટીતંત્ર પાસે માત્ર 6 વીઘા સરકારી જમીન હતી, જેના કારણે શાળાને અન્ય ગામમાં ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. ખેડૂત બ્રજેન્દ્ર સિંહને આ વાતની જાણ થતાં જ તેમણે સરકારી જમીનને અડીને આવેલી પોતાની 4 વીઘા જમીન પ્રશાસનને દાનમાં આપવાનું નક્કી કર્યું અને આ માટે તેઓ કલેક્ટરને મળ્યા.

ખાસ વાત એ છે કે, આ ગામમાં લગભગ 40 વર્ષ પહેલા બ્રિજેન્દ્રના દાદા નાથન સિંહે પણ પોતાની જમીન શાળા માટે દાનમાં આપી હતી. બ્રજેન્દ્ર સિંહનું કહેવું છે કે તેમના દાદા નાથન સિંહ 9 વખત ગામના સરપંચ અને જિલ્લા અધ્યક્ષ હતા. તેમણે પંચાયત ભવન, શાળા, સોસાયટીના માલસામાનના વેરહાઉસના બાંધકામ માટે જમીન પણ દાનમાં આપી હતી.

આ મામલામાં તહસીલદાર દીપેશ ઉકડે જણાવ્યું કે, ખેડૂતે કલેક્ટરને શાળા માટે જમીન આપવા કહ્યું છે. અમે ખેડૂતને બોલાવ્યા છે. જમીનના દસ્તાવેજો સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાળા માટે ખેડૂતની જમીન લેવામાં આવશે.