આ ત્રણ યુવાનોએ સુઝબુઝથી એવો બિઝનેસ કરી બતાવ્યો કે, જોત જોતામાં ઉભી થઇ ગઈ 100 કરોડની કંપની

201
Published on: 11:35 am, Sun, 12 September 21

ટીકેન્દ્ર તથા સંદીપ નોઈડાસ્થિત ટેક કંપની સેમસંગમાં કામ કરતા હતા. જ્યારે પ્રતિક અને ટીકેન્દ્ર એક્સિકોમમાં રૂમમેટ હતા. એક દિવસ ત્રણેય દિલ્હીથી બહાર ફરવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં ફ્યુલ સમાપ્ત થઈ ગયું હતું. ટીકેન્દ્ર કહે કે, અમને રસ્તામાં અંદાજે 10 કિમી સુધીમાં એકપણ ફ્યુલ સ્ટેશન મળ્યું નહી.

એ સમયે અમને વિચાર આવ્યો કે, એક એવી મોબાઈલ એપ્લીકેશન હોત તો સારૂં થાત, જેમાં આપણે એક ઓર્ડરથી ગમે ત્યારે, ગમે ત્યાં ફ્યુલ મગાવી શકત. ત્યારપછી ટીકેન્દ્રે પોતાના કલીગ સંદીપ તથા રૂમમેટ પ્રતિકને આ વિચાર પર વાતચીત કરી. તેઓ તરત આ મિશન સાથે જોડાઈ ગયા.

ત્યાંથી શરૂ થઈ સ્ટાર્ટઅપ કંપની ‘પેપફ્યુલ ડોટ કોમ’ની સફર. હાલમાં હોમ ડિલિવરીનો કારોબાર ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વર્ષ 2020-21માં એમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર કુલ 100 કરોડ પર પહોંચી ગયું છે.

દિલ્હી-NCR ના લોકો પાસેથી લીધો ફીડબેક :
ટીકેન્દ્ર જણાવે છે કે, અમે આ વિષય પર ખુબ સંશોધન કર્યું. દિલ્હી-NCRના અંદાજે 100 લોકોનાં ઘરે જઈને તેમજ ઓનલાઈન ફીડબેક લીધો ત્યારે અમને જાણ થઈ કે, મોટા ભાગના લોકોને આ પ્રકારની સમસ્યાનો ભોગ બનવું પડે છે. તમામ લોકોએ એ જ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ માટે ઓનલાઈન એપ્લીકેશન હોવી જોઈએ.

જો કે, પેટ્રોલ-ડીઝલની ઓનલાઈન ડિલિવરીનાં કારોબારની શરૂઆત કરવી ખુબ મુશ્કેલ છે. ટીકેન્દ્ર જણાવતા કહે છે કે, વર્ષ 2016 સુધી દેશમાં પેટ્રોલ ડિલિવરીની મંજુરી ન હતી. હાલમાં સરકારે એની મંજુરી આપી દીધી છે. એ સમયે અમારી પાસે ફક્ત ડીઝલ ડિલિવરી એકમાત્ર વિકલ્પ હતો. અમે ડીઝલની ડિલિવરી પર જ કામની શરૂઆત કરી.

PMO પાસેથી મળી મંજૂરી :
સંદીપ જણાવે છે કે, લોકોનો ફીડબેક લીધા બાદ અમે ‘ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન’, ‘ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.’, ‘પેટ્રોલિયમ પ્રોસેસ એન્જિનિયરિંગ સર્વિસ કો.’ જેવી ઓઈલ કંપનીને પોતપોતાનાં સૂચન મોકલ્યાં. આની સાથે અમે સ્ટાર્ટઅપનો વિચાર PMOને મોકલ્યો હતો.

થોડા દિવસમાં અમને PMO માંથી પ્રત્યુતર આવી ગયો. બીજી બાજુ, ફરીદાબાદમાં આવેલ ‘ઈન્ડિયન ઓઈલ’ તરફથી અમને અમારા કારોબારનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે,DPR સોંપવા માટે કહેવામાં આવ્યું. અમે અમારા પ્રોજેક્ટની DPR ઈન્ડિયન ઓઈલને મોકલી.

અપ્રુવલ મળ્યા બાદ અમે અમારો બીઝનેસ શરૂ કરી દીધો. સંદીપ, ટીકેન્દ્ર તથા પ્રતિક જણાવે છે કે, સ્ટાર્ટઅપને શરૂ કરવામાં અમે કુલ 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એમાં એપ્લીકેશન ડેવલપ, બ્રાઉઝર ડેવલપ, ડિસ્પેન્સિંગ મશીન, જેરી કેન સહિત ઘણા કાર્યો પર કરવામાં આવેલ ખર્ચ સામેલ છે.

પેપફ્યુલ્સ સરકારથી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ :
સંદીપ જણાવે છે કે, પેપફ્યુલ્સ સરકાર પાસેથી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ છે, જેને ઓઈલ માર્કેટિંગ કંપની કે પેસ્કોની અપ્રુવલ મળી છે. પેપફ્યુલ્સનું ઈન્ડિયન ઓઈલની સાથે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ છે. જે ડોર-ટુ-ડોર ડિલિવરી માટે છે. આ એપ્લીકેશન પર ગ્રાહક ઓનલાઈન કે મેસેજ દ્વારા ઓર્ડર કરી શકે છે.

આની સાથે જ ઓનલાઈન ટ્રેકિંગ, બિલિંગ અથવા તો ડેશબોર્ડના બીજાં ફીચર્સનો લાભ લઈ શકે છે. પેપફ્યુલ્સ એક IOT-RFID ડિવાઈસથી ફ્યુલ ડિલિવરીનું કામ કરે છે, જેનાથી ફ્યુલની ચોરી થતી નથી. આ પેપફ્યુલ્સની એક પેટન્ટ ડિવાઈસ છે, જે કંપનીએ બનાવી છે.

જાણો આ એપ્લીકેશન કેવી રીતે કામ કરે છે?
સંદીપ અને પ્રતિક જણાવે છે કે, અમે અમારી એપ્લીકેશન પર ગ્રાહકોના ઓર્ડર રિયલ ટાઈમમાં લઈને ડિલિવરી માટે સીધા જ MDU ને મોકલી આપીએ છીએ. અમે માત્ર 2 કલાકમાં આ કામ કરી દઈએ છીએ. ગ્રાહક ડિલિવરી વખતે રિયલ ટાઈમ નજર રાખી શકે છે તેમજ ડિલિવરી બાદ કન્ફર્મેશન આપી શકે છે. MDU આધારિત RFID ટેક્નિક પર કામ કરે છે.

આ પેપફ્યુલ્સની પેટન્ટ ટેક્નિક છે. એમાં ચોરીની સંભાવના રહેતી નથી તેમજ એણે ગ્રાહકોને વિશ્વાસ તથા સુરક્ષા પ્રદાન કરી છે. આટલું જ નહીં પણ અમે ગ્રાહકોને જાગ્રત કરવા માટે વોલ્યુમ તેમજ ક્વોલિટીની વન-સાઈટ તપાસની સુવિધા પણ આપવામાં આવે છે.

ડીઝલ ઓર્ડર કરવાની રીત :
સંદીપના મત પ્રમાણે, ગ્રાહકે સૌપ્રથમ એપ્લીકેશન પર એક રિક્વેસ્ટ મોકલવાની રહેશે. ત્યારપછી પેપફ્યુલ્સના એક્ઝિક્યુટિવ ગ્રાહકની સાઈટ પર જઈને ગ્રાહકના વિસ્તારમાં ડિલિવરી છે કે નહીં, એ જોઈશું ત્યારે ગ્રાહકની સાથે અગ્રીમેન્ટ કરીશું. ત્યારપછી ગ્રાહકને એક ID તેમજ પાસવર્ડ આપવામાં આવે છે,

જેનાથી તેઓ પોતાના અપ્રુવ્ડ લોકેશન પર ફ્યુલ ઓર્ડર કરી શકે છે. ગ્રાહક પેપફ્યુલ્સના રજિસ્ટર્ડ નંબર પર મેસેજ કરીને ઓર્ડર કરી શકે છે. આ ફીચર પેપફ્યુલ્સની એપ્લીકેશન પર ઉપલબ્ધ છે. ગ્રાહકને એમના ઓર્ડરના કન્ફર્મેશન, ટ્રેકિંગ તથા બિલિંગની ઓનલાઈન સુવિધા મળી જાય છે. તેઓ પોતાના ઓર્ડરની હિસ્ટ્રી જોઈ શકે છે.

કુલ 50 જેટલાં શહેરોમાં શરૂ થશે આ સેવા:
કંપનીના કુલ ૩ સ્થાપક ટીકેન્દ્ર, સંદીપ તથા પ્રતિક જણાવે છે કે, અત્યાર સુધીમાં પેપફ્યુલ્સે કુલ 100 લોકોને રોજગારી આપી છે, જેઓ સમગ્ર NCRમાં કામ કરે છે. પેપફ્યુલ્સની એપ્લીકેશનથી સમગ્ર ભારતમાં ક્યાંય પણ ઓર્ડર કરી શકશો.

અત્યારે અમારી એપ્લીકેશન દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ, માનેસર, હરિયાણા, મુરાદાબાદમાં ઉપલબ્ધ છે, આની સાથે જ ઓડિશા તથા હૈદરાબાદમાં પાઇલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આગામી 15 દિવસમાં ત્યાં પણ એપ્લીકેશન કામ કરવાનું શરૂ કરી દેશે. આની ઉપરાંત કુલ 50થી વધુ શહેરોમાં આ સેવા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…