ગુજરાતમાં અતિભારે વરસાદથી ખેતીમાં સેંકડોનું નુકશાન – સરકાર સહાય આપશે કે નહિ?

399
Published on: 10:15 am, Tue, 5 October 21

આ વર્ષે વરસાદ અનિયમિત રીતે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડયો છે. ત્યારે કેટલીક જગ્યાએ નહીવત વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ અને અમરેલી તેમજ ભાવનગરમાં અતિભારે વરસાદ પડયો છે, જેને કારણે ખેતરોમાં ઉભેલા તમામ પાકોને નુકસાન થયું છે.

ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. તો બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મીડીયમ વરસાદ પડ્યો છે. જેને લીધે જળાશયો પણ મોટા પ્રમાણમાં ભરાયા ન હતા. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા મન મુકીને વરસી વરસ્યો હતો. જેને કારણે ખેતરોમાં છાતી સમાણા પાણી ભરાઈ ગયા હતા. આખા રાજ્યમાં ૭૫ ટકા કરતા વધારે ખેતીમાં નુકસાનીના બનાવ સામે આવી રહ્યા છે. ભાદરવા મહિનામાં પડેલા વરસાદને કારણે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કઠોળના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ત્યાં હજુ પણ ખેતરમાં પાણી ભરાયેલા છે. આ તમામ વિસ્તારોમાં મગફળી તેમજ કપાસ સુકાઈ ગયા છે. જે ખેડૂતોએ કપાસ અને મગફળીની ખેતી કરી હતી. તે લોકોને હવે તમામ પાક ફેંકી દેવાનો જ રહેશે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, દ્વારકા, મોરબી, સોમનાથ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ખરીફ પાકને જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. કપાસનો ફાલ પણ ભારે પવનના લીધે ખરી ગયો છે. તો તલ, અડદ અને મગ સહિતના કઠોળ પણ નષ્ટ થયા છે. તેમજ ડુંગળીમાં પાણી ભરાઈ જવાથી તે પણ બગડી જવા લાગી છે.

સરકારે ખેડૂતોને આ નુકસાનીમાંથી બહાર કાઢવામાં માટે યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ. જેને કારણે ગુજરાતના 160 થી વધારે તાલુકામાં સળંગ 20 દિવસ સુધી વરસાદ પડયો નથી.

ભારતીય કિસાન સંઘ દ્રારા માંગણી કરવામાં આવી છે કે, ખેડૂતોને કિશાન સહાય યોજનાનો સંપૂર્ણ અમલ અને વળતર મળી શકે. તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગે જાણ કરવામાં આવી છે કે, પ્રાઈવેટ કંપનીઓ 2019 અને 2020 નો પાક વીમો હજુ પણ આપવામાં આવ્યો નથી. જેના લીધે સરકાર યોગ્ય કાર્યવાહી કરે.

રૂપાણી સરકારે ગયા વર્ષે પાક વિમાની જગ્યાએ કિસાન સહાય યોજના જાહેર કરી હતી. તે પ્રમાણે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હતો અથવા 31 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે 28 દિવસનું અંતર રહ્યું હોય તેવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…