મોદી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના 16 મંત્રાલયો તેમજ વિભાગોના એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. જેના મારફતે કેન્દ્ર સરકાર બધી યોજનાઓ માટે બધા વિભાગોમાં સમન્વય સ્થાપિત થઈ શકશે.
દેશની પ્રગતિની રાહમાં આ યોજના મહત્વની ભૂમિકા ભજવી શકે છે. PM મોદીના જણાવ્યા પ્રમાણે ગતિ શક્તિ પરિયોજના વિભાગીય અડચણોને ખતમ કરવી દેશે તેમજ પ્રમુખ માળખાગત ઢાંચાની પરિયોજનાઓમાં હિતધારકો માટે સમગ્ર યોજનાઓ સંસ્થાગત રુપ આપવામાં આવશે.
શું છે પ્રોજેક્ટનો હેતુ?
PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના એક એકીકૃત યોજનાના રુપમાં તૈયાર કરાયા છે કે, જેનો એકમાત્ર હેતુ છે કે, તમામ વિભાગમાં એક સાથે લઈને ચાલવાનો છે કે, જેથી કોઈ કામમાં કોઈ અડચણ ન આવે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, વ્યવધાનોને ઓછા કરવા, ખર્ચની દક્ષતાની સાથે કામ જલ્દી પૂર્ણ કરવા માટે સુનિશ્ચિત કરના રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પ્રમાણે પ્રાથમિક માળખાના વિકાસ માટે માર્ગદર્શક સિદ્ધાંત છે.
શું છે આ યોજના?
બધા જ વિભાગોમાં એક કેન્દ્રીકૃત પોર્ટલ મારફતે એક બીજાની પરિયોજનાઓની જાણ થશે તથા મલ્ટી મોર્ડલ કનેક્ટિવિટી લોકો, વસ્તુઓ તથા સેવાઓનાં આદાન પ્રદાન માટે એકીકૃત તેમજ નિબોધ કનેક્ટિવીટી પ્રદાન કરાશે. ગતિશક્તિ પરિયોજના વ્યાપકતા, પ્રાથમિક્તા, અનુકુળન, સમકાલીન અને વિશ્લેષણાત્મક તેમજ ગતિશીલ થવાના 6 સ્તંભો પર આધારિત છે.
કેવી રીતે કરશે કામ?
અલગથી યોજના તથા ડિઝાઈન કરવાને બદલે પરિયોજનાઓને હવે એક સામાન્ય દ્રષ્ટિથી ડિઝાઈન તેમજ તેમના ક્રિયાન્વયન કરવામાં આવશે કે, જેમાં ભારતમાલા, સાગરમાલા તેમજ અંતરદેશીય જળમાર્ગો જેવા વિભિન્ન મંત્રાલયો તથા રાજ્ય સરકારોને પાયાગત માળખાની યોજનાઓમાં સામેલ થશે.
જેમાં ટેક્સટાઈલ ક્લસ્ટર, ફાર્માસ્યૂટિકલ ક્લસ્ટર, રક્ષા, ઈલેક્ટોનિક પાર્ક, ઔદ્યોગિક સેક્ટર, ફિશિંગ ક્સસ્ટર તથા એગ્રી ઝોન જેવા આર્થિક સેક્ટરને કનેક્ટિવીટીમાં સુધારો તેમજ ભારતીય વ્યવસાયોને અધિક પ્રતિસ્પર્ધી બનાવવા માટે કવર કરાશે.
ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ મેગા પ્રોજેક્ટ:
એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે, PM નરેન્દ્ર મોદી આ પ્લાન પર કામ કરવા માટે ખાસ ઈચ્છુક છે. ગતિ શક્તિ માસ્ટર પ્લાનના ઉદ્દેશ્ કોઈપણ પ્રોજેક્ટમાં સમસ્યાઓને ખુબ ઓછી કરવાની છે. સારા ખર્ચ તથા તાત્કાલીક મંજૂરી આપવાની છે.
આપને જણાવી દઈએ કે, અધિકારીઓનું કહેવું છે કે સરકારની અંદર કોમન ટેન્ડરિંગ એક પડકારપૂર્ણ કામ છે પણ જો આમાં સફળતા મળે તો આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રીનો ભાર સરકારમાં ગતિ શક્તિ માસ્ટર પ્લાનને જમીન સ્તર પર લઈ જવાનો રહેલો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…