એવું તો શું થયું કે, કોમલ તેના જ જીજાજી સાથે કરી લીધા લગ્ન? કારણ જાણી આંખો ભીની થઇ જશે 

123
Published on: 2:15 pm, Sat, 27 November 21

આપણે સૌ જાણીએ જ છીએ કે, ગુજરાતીઓ તેના ખમીર અને સંસ્કારના કારણે બીજા લોકોથી અલગ જ તરી આવે છે. મોટાભાગના ગુજરાતી પરિવારોમાં એકબીજાના સુખ અને દુ:ખમાં સાથ આપવાની ભાવના હજી પણ જોવા મળે છે. જણાવી દઈએ કે, આવો જ એક કિસ્સો આજથી અંદાજે સાડા ચાર વર્ષ પહેલા સામે આવ્યો હતો. જેમાં પરિણીત મોટી બહેનનું મોત નીપજતા નાની બહેને જીજાજી સાથે લગ્ન કરી તેના પુત્રની જવાબદારી ઉપાડી હતી.

મળતી માહિતી મુજબ, જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલિયાની પુત્રી કોમલે એક પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા હતા. કારણ એટલું હતું કે, કોમલની મોટી બહેનનું અકસ્માતમાં નિધન થતા તેના પુત્રની જવાબદારી સંભાળવા માસી કોમલ મા બની હતી. તેના લગ્નને અંદાજે સાડા ચાર વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. આજે પણ તેનું લગ્નજીવન સફળ છે.

જાણવા મળ્યું છે કે, નવાગઢ ગામમાં ચંદુભાઇ સાવલીયાના ચાર સંતાનો પૈકી ખૂબ જ લાડકોડમાં ઉછરેલી સૌથી નાની પુત્રી કોમલ છે. તેણે પોતાની બહેનના નિધન બાદ તેના પુત્રના લાલનપાલન માટે માસી મટી મા બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો. તેણે તેના જીજાજી સાથે લગ્ન કરી એક હાથ વગરના પુત્રને અપનાવી સમાજમાં પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.

લગ્નના ત્રણ વર્ષ પહેલા જ કોમલના પિતાનું અવસાન થયું હતું. ભગવાન હજુ મોટી પરીક્ષા લેવા કરવા માંગતા હોય એમ એના જીવનમાં તાજેતરમાં જ બીજી એક દુર્ઘટના બની. એક દિવસ કોમલની મોટી બહેન અવનીબેન તેના દીકરા સ્મિત અને મામા હિતેશભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યા હતા. નવાગઢ નજીક જ અકસ્માત થયો અને આ અકસ્માતમાં અવનીબેનનું અવસાન થયું હતું. સ્મિત મા વગરનો થઇ ગયો અને ભગવાનને હજુ કઠોર કસોટી કરતો હોય એમ સ્મિતનો જમણો હાથ પણ કપાઇ ગયો હતો.

હવે શું કરવું એની કોઇને કંઇ ખબર પડતી નહોતી. સ્મિતને તેના પિતા ભાવેશભાઇ ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ હવે માતાનો પ્રેમ ક્યાંથી લાવવો એ સવાલ હતો. ભાવેશભાઇની ઉંમર જોતા તેના બીજા લગ્ન થાય તો કદાચ શક્ય છે કે નવી મા બાળકની યોગ્ય કાળજી ન લઇ શકે. એમાં પણ સ્મિતનો એક હાથ પણ નથી. આથી એને વધુ હૂંફ અને પ્રેમની જરૂર પડે તેમ હતું. જો નવી મા સ્મિતને ન સમજી શકે તો એનું જીવન રોળાઇ જાય. કોઇને કંઇ સૂઝતું નહોતું કે શું કરવું જોઇએ ?

આ દરમિયાન, બે-બે પરિવાર પર આવી પડેલા સંકટ વચ્ચે ખૂબ જ લાડકોડમાં ઉછરેલી સૌથી નાની પુત્રી કોમલે પોતાની બહેનના નિધન બાદ તેના પુત્રના લાલનપાલન માટે માસી મટી મા બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો. કોમલ જામનગર રહેતા તેના જીજાજી ભાવેશ સાથે સાદાઇથી લગ્ન કરી હાથ વગરના ભાણીયાને અપનાવ્યો હતો. આમ નાની દીકરી કોમલે તેના જીજાજી સાથે લગ્ન કરી એક હાથ વગરના પુત્રને અપનાવી સમાજમાં પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…