
મોટાભાગના લોકોનું માનવું છે કે, બાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે તેમજ તેઓ જે કઈપણ જુએ છે અથવા તો જે કઈપણ સાંભળે છે, તેમની આસપાસ જે બને છે, જે વસ્તુઓ તેમને કહેવામાં આવે છે વગેરે. તેઓ એ જ કરતા હોય છે. આવી પરીસ્થિતિમાં બાળકોને સારી ટેવો શીખવવાની જવાબદારી તેમના માતા -પિતાની રહેલી છે.
જેવું તમે બાળકોને શીખવાડશો, તેમ તેઓ પણ કરશે તેમજ બીજા લોકોને પણ શીખવશે. એટલા માટે જ આપણે બાળકોને બાળપણથી જ સારી ટેવો શીખવવી જોઈએ કે, જે તેમના જીવનકાળ માટે ઉપયોગી બની શકે. તો ચાલો તમને કેટલીક સારી આદતો વિશે માહિતગાર કરીએ…
1. ધીરજ રાખવી જોઈએ:
હાલનાં સમયમાં જોઈએ તો બાળકો એક ક્ષણમાં પોતાનો ગુસ્સો ગુમાવી બેસતા હોય છે તેમજ ગુસ્સામાં કંઈપણ કરી બેસતા હોય છે પણ તમારે તમારા બાળકને હંમેશા કહેવું જોઈએ કે, તેણે ક્યારેય પણ ધીરજ ગુમાવવી જોઈએ નહીં. તમે તેમને કહી શકો છો કે, ગુસ્સો અને ઉતાવળની જગ્યાએ ધીરજ રાખવી. કારણ કે, આનાથી જ બધા કામ થાય છે.
2. નાના મોટાનું માન રાખવું (વડીલોનો આદર કરો):
આની સાથે જ તમારા બાળકોને જરૂરથી શીખવવું જોઈએ કે, જેઓ તેમના કરતા મોટા એટલે કે, વડીલ છે. ઉદાહરણ તરીકે, તેમના ભાઈઓ તથા બહેનો, સંબંધીઓ વગેરે, તેઓએ તે બધા લોકોનો આદર કરવો જોઈએ તેમજ માન-સમ્માન જાળવવું જોઈએ.
આની સાથે જ બાળકે આવા લોકોની સાથે માનથી શિષ્ટાચારથી વાત કરવી જોઈએ. આટલું જ નહીં, જે લોકો તમારા બાળકો કરતા નાના છે, તમારે તેમને એ પણ કહેવું જોઈએ કે તમારે તેમની ઈજ્જત કરવી જોઈએ તેમજ તેમને માન આપવું જોઈએ.
3. છોકરીઓનો આદર કરો:
આપણને નિયમિતપણે એવા સમાચાર મળતા હોય છે કે, છોકરીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી. આવી પરીસ્થિતિમાં, તમારે બાળકને શીખવવું જોઈએ કે, ભલે ગમે તે થાય પણ તેમણે હંમેશા છોકરીઓનું સન્માન કરવું જોઈએ તેમજ જ્યારે પણ છોકરીઓને મદદની જરૂર હોય ત્યારે તેમની મદદ કરવી જોઈએ.
4. શેર કરવાનું શીખવો:
બાળકોને હંમેશા કંઈપણ વહેંચવાથી પ્રેમ વધે છે તેમજ કંઈપણ વહેંચવું હંમેશા સારા વ્યક્તિની નિશાની છે એવું કહેવું જોઈએ. ભાઈ -બહેન હોય તેમજ મિત્રો હોય અથવા તો અન્ય કોઈ પણ હોય, પોતાની વચ્ચે વસ્તુઓ વહેંચવાથી સંબંધો પણ મજબૂત બને છે. શાળા હોય, ટ્યુશન હોય, પિકનિક હોય, ઘરે હોય અથવા તો ક્યાંક બહાર હોય જો ત્યાં અન્ય લોકો હોય તો બાળકને હંમેશા અન્ય લોકોને વસ્તુઓ વહેંચવી જોઈએ એવું શીખવવું જોઈએ.