વડોદરાના આ ખેડૂતભાઈએ સર્જયો વિક્રમ રેકોર્ડ- મફતના ભાવે કરી બતાવી લાખોની કમાણી, જાણો કેવી રીતે?

272
Published on: 12:07 pm, Sun, 19 September 21

કપાસ તથા અનેકવિધ પાકોની ખેતીમાં ગુજરાતના ખેડૂતો દિવસેને દિવસે ખ્યાતી મેળવી રહ્યા છે ત્યારે હાલમાં કપાસની ખેતી દિન-પ્રતિદિન મોંઘી થતી જઈ રહી છે. રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના વપરાશને કારણે ખેતી કરવી ખેડૂતોને પોસાતી નથી જયારે બીજી બાજુ જમીનની ગુણવત્તા ખુબ નબળી પડતી જઈ રહી છે.

આવા સમયમાં એક કિસાનપુત્ર એવા છે કે, જેમણે સાત્વીક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે એક નવો મોકળો માર્ગ શોધી કાઢ્યો છે. એમણે કપાસની દેશી જાત તથા બિટી એમ બન્ને પ્રકારના બિયારણનો ઉપયોગ કરીને કપાસની સાત્વીક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ફક્ત આટલુ જ નહી પણ આ પ્રયોગને સફળતા પણ મળી છે.

આ સફળતા પછી તેમણે પોતાની સાત્વિક ખેતીના પ્રયોગને રોકડીયા પાક પર અજમાવ્યો હતો. અહી એમણે ખુબ જ સારી એવી કમાણી કરી હતી. વડોદરા જીલ્લાના સિનોર તાલુકામાં આવેલ બાવળીયા ગામના નિવાસી કિસાન વનરાજસિંહે સાત્વિક ખેતીનો પ્રયોગ કર્યો હતો. સૌપ્રથમ તો પ્રશ્ન એવો થાય છે કે, સાત્વિક ખેતી એટલે શુ? જે ખેતીમા જંતુનાશક દવા તરીકે ઝેરી રસાયણનો ઉપયોગ ન કરવો પડે એ બિલકુલ સજીવ હોય.

સામાન્ય રીતે જોઇએ તો ખેતી તથા પશુપાલન એક જ સિક્કાની બે બાજુ ગણાય છે. ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને સજીવ ખેતી કરવી એ ખુબ જ શ્રેષ્ઠ વિચાર છે. સજીવ ખેતી કરીને ખેતી કરવા માટેનો ખર્ચ નિયંત્રણમા લાવી શકાય છે. આ ખાતર તૈયાર કરવા માટે કુલ 10 બેરલ જીવામુત્ર, 20 લીટર અગ્નીશ, પાળાનો ધતુરો, આંકડો, લીમડા જેવી વનસ્પતિઓને એકત્ર કરીને પ્રવાહી બનાવાય છે.

કપાસની સિવાય બીજા પાકોની ખેતીમા પણ આ પ્રવાહીને જંતુનાશક દવા તરીકે છાંટવામા આવી શકે છે. રાસાયણિક ખાતર જંતુનાશકના ઉપયોગથી જમીન નિર્જીવ બને છે. જેને કારણે જમીનમા રહેલ ઉપયોગી સજીવોનો પણ વિનાશ થાય છે. સમય જતા એની અસર પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન પર પડે છે. અંતમાં નુકશાની તો ભોગવવી જ પડે છે.

ખેડૂત વનરાજભાઈ કહે છે કે, કપાસની સજીવ ખેતીમા સફળતા મળ્યા પછી હવે મે રોકડિયા પાક પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ફક્ત 20 વીઘા જમીનમા ટામેટા, રીંગણ, ફુલાવર, કોબી, મૂળા, ગાજર તથા બધા જ પ્રકારની શાકભાજીનુ વાવેતર કરુ છુ. ઋતુગત સબ્જીનો પાક પણ સારો ઉતરે છે. મારી ખેતીને તમે ગાય આધારિત ખેતી પણ કહી શકો છો.

ઓર્ગેનીક રીતે ગાયના મળમૂત્ર તેમજ અન્ય વસ્તુનુ મિશ્રણ કરીને નજીવી કીમતે ખાતર તૈયાર કરવમ આવે છે. ખેતીમા ખર્ચ ઓછો થવાને લીધે બજારમા પણ શાકભાજી નજીવી કિમતમા વેચીને વધુ વળતર આસાનીથી મેળવી શકાય છે. આ મિશ્રણને 10 દિવસ કરતા પણ વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય છે.

આ સમયે બજારમા ઉત્પાદન પહોંચાડવુ આસાન ન હતુ. કપાસ જેવી જણસોનુ બજાર સુધી પરિવહન આસાનીથી થાય એ તેમનો મુખ્ય હેતુ હતો. આની માટે કપાસનો પાક પહેલેથી જ સામાજિક ખુશહાલીનુ માધ્યમ ગણવામા આવતો હતો. હાલનાં સમયમા પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધની વાત કરાઈ રહી છે ત્યારે કપાસમાંથી બનતી વસ્તુ પણ ખુબ જ ઉપયોગી બની રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…