પરણીતાને ફેસબુક વાપરવું મોંઘુ પડી ગયું, શાંત સ્વરૂપ પરિવારના દરિયામાં પતીએ ત્સુનામી લાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

341
Published on: 12:28 pm, Mon, 20 September 21

અવારનવાર તમે પતિ પત્ની વચ્ચેના ઝઘડા વિષે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે નજીવી બાબત માટે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય. આવો જ એક બનાવ પશ્ચિમ બંગાળમાંથી નજરે ચડ્યો છે. પશ્ચિમ બંગાળમાં ફેસબુક ચેટિંગ પર એક દંપતી વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે, પુરુષે તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ખરેખર, પતિને શંકા હતી કે, પત્ની ચેટિંગ દ્વારા અન્ય પુરુષો સાથે મિત્રતા કરી રહી છે. આ કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે, રવિવારે પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ સનસનીખેજ ઘટના પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાની છે.

હુગલી જિલ્લાના ચંદનનગર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં પતિ રીન્ટુ દાસે પત્ની પલ્લવી દાસનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. તેના પાછળનું કારણ એ હતું કે, પત્ની ફેસબુક ચેટિંગમાં વ્યસ્ત રહેતી હતી. પતિને શંકા હતી કે, તેની પત્ની ફેસબુક ચેટ દ્વારા અન્ય પુરુષો સાથે મિત્રતા કરી રહી છે. આ કારણે તેને તેની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા થવા લાગી હતી.

ઘટનાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોતાના કબજામાં લઇ શ્રીરામપુર ગિરવાલથી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આરોપી રીન્ટુ દાસના ભાઇ સિન્ટુ દાસે જણાવ્યું હતું કે, ભાભી સારા સ્વભાવની હતી પરંતુ તેનો ભાઇ હંમેશા તેના પર શંકા કરતો હતો અને હંમેશા ભાભી સાથે મારપીટ કરતો હતો. તેના ભાઈએ કરેલા અત્યાચારથી કંટાળીને તેણે તેના ભાઈ અને ભાભીને તેની માતા સાથે છોડી બીજે ક્યાંક ચાલ્યા ગયા હતા.

આરોપીની માતા મના દાસે જણાવ્યું હતું કે, તેની પુત્રવધૂ પલ્લવી દાસ ફેસબુક ચેટિંગની શોખીન હતી, જેના કારણે પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ અને ઝઘડા થતા હતા. આ હત્યા વિશે માહિતી આપતા ચંદનનગર કમિશનરેટ ડીસીપી હેડક્વાર્ટર પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે, આરોપી પતિ રિન્ટુ દાસની પોલીસે આઈપીસીની કલમ 302 અને 498 એ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…