અર્પિતા મુખર્જીના ચોથા ફ્લેટ પર ED ના દરોડા: 10 પેટી ભરાય તેટલું સોનું અને રોકડ મળી, મમતા બેનર્જીએ પાર્થને મંત્રી પદથી હટાવ્યા 

127
Published on: 5:26 pm, Fri, 29 July 22

બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના વધુ એક ફ્લેટ પર દરાડો પાડવામાં આવ્યા છે. આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા એરપોર્ટ નજીક ચિનાર પાર્ક આવેલા ફ્લેટ પર દરાડો પાડ્યો હતો. આ દરાડામાં EDના હાથે કઈ લાગ્યું ન હતું.

બુધવારથી ગુરુવાર સુધી ચાલેલા 18 કલાકના દરાડામાં EDએ પાર્થની નજીકની સાથી અર્પિતા મુખર્જીના એક ઘરમાંથી 27.9 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળ્યું હતું જે જપ્ત કરવામાં આવ્યું છે. રોકડ અંગે EDના સવાલ પર અર્પિતાએ કહ્યું કે આ તમામ પૈસા પાર્થ ચેટરજીના છે. તેણે કહ્યું, ‘પાર્થ પૈસા રાખવા માટે આ ઘરનો ઉપયોગ કરતો હતો. આટલા બધા રોકડ પૈસા આ ઘરમાં રાખવામાં આવશે તેવું મેં વિચાર્યું પણ ન હતું.

ગયા શનિવારે પાડવામાં આવેલ દરાડામાં અર્પિતાના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા અને 1 કરોડ રૂપિયાના ઘરેણા મળી આવ્યા હતા. એટલે કે, અર્પિતા પાસેથી અત્યાર સુધીમાં કુલ 50 કરોડથી વધુ રૂપિયા અને ઘરેણા મળ્યા છે.

પાર્થને મંત્રી સહિત TMCના તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે:
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શિક્ષક ભરતી કૌભાંડમાં પકડાયેલા પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. પાર્થની ધરપકડના 5 દિવસ બાદ મમતાએ આ કાર્યવાહી કરી હતી. આ પછી, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ સાંજે અનુશાસન સમિતિની બેઠક બોલાવી અને તેમને પાર્ટી સંગઠનના તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યો હતો. પાર્થ પાસે પાર્ટીના મહાસચિવ, ઉપાધ્યક્ષ અને અન્ય ત્રણ જવાબદારીઓ હતી. અભિષેકે કહ્યું કે પાર્થની તપાસ ચાલુ રહે ત્યાં સુધી તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જો તેઓ નિર્દોષ છે તો તેઓ પાર્ટીમાં પાછા આવી શકે છે.

મમતાએ જણાવ્યું મોટું કાવતરું:
અર્પિતાના ઘરે કરોડો રૂપિયાની રોકડ-ઝવેરાત મળ્યા બાદ TMCમાં જ પાર્થ ચેટરજીને હટાવવાની માંગ ઉઠી હતી. ગુરુવારે મમતા બેનર્જીએ પણ તેમને કેબિનેટમાંથી કાઢી મૂક્યા હતા. પાર્થ પર કાર્યવાહી બાદ મમતા બેનર્જીએ કહ્યું- આખો મામલો મોટા ષડયંત્રનો ભાગ છે. માત્ર એક યુવતીના ઘરેથી પૈસા મળી આવ્યા છે. પાર્થને હટાવ્યો કારણ કે TMC ભ્રષ્ટાચારના મામલામાં ખૂબ જ કડક પક્ષ છે. તે બદલી શકાતું નથી. તે એક મોટી રમત છે જેના વિશે અત્યારે વધુ વાત કરી શકાતી નથી.

પાર્થ મમતાને સરકારના નંબર-2ની દરજ્જો આપતો હતો:
પાર્થ ચેટરજી મમતા સરકારમાં સૌથી વરિષ્ઠ મંત્રી હતા. તેઓ દક્ષિણ 24 પરગણાની બેહાલા પશ્ચિમ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાર્થ ચેટર્જી 2011 થી સતત મંત્રી હતા. તેઓ 2006 થી 2011 સુધી બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા. પાર્થે હાલમાં ઉદ્યોગ, વાણિજ્ય અને સંસદીય બાબતો જેવા મુખ્ય મંત્રાલયોનો હવાલો સંભાળ્યો હતો.

TMCના પ્રવક્તાએ કહ્યું- તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાર્થને તમામ પદો હટાવામાં આવ્યો: 
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે પાર્થ ચેટરજીને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ પદો પરથી હટાવવાની માંગ કરી હતી. ઘોષે કહ્યું કે જો મમતા દીદીને મારું નિવેદન ખોટું લાગી રહ્યું છે તો મને પણ હટાવો. ઘોષ તૃણમૂલના મહાસચિવ અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવે છે.

જો કે બુધવારે ટીટાગઢમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મીડિયા કાંગારૂ કોર્ટની ભૂમિકા ભજવી રહી છે. અમે મીડિયા ટ્રાયલના વિરોધમાં છીએ. તેમણે લોકોને કહ્યું કે તમે નિશ્ચિંત રહો, 2024માં ભાજપ સત્તામાં નહીં આવે. આ મહારાષ્ટ્ર નથી.

અર્પિતાના ઘરમાંથી સોનાની ઇંટો અને પેન મળી, 4.31 કરોડનું સોનું:
EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અર્પિતાએ અગાઉ ક્યારેય કહ્યું ન હતું કે તેના બીજા ફ્લેટમાં પણ રોકડ રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે અમે ઘરમાં દરાડા પાડ્યા ત્યારે અમને 2000 અને 500 રૂપિયાની નોટોના બંડલ મળ્યા. રૂપિયા 2000ની નોટમાંથી 50 લાખ રૂપિયાના બંડલ અને 500 રૂપિયાની નોટમાંથી 20 લાખ રૂપિયાના બંડલ મળી આવ્યા હતા. અમને 4.31 કરોડ રૂપિયાનું સોનું પણ મળ્યું છે. જેમાં 1 કિલોની 3 સોનાની ઇંટો, 6 બંગડીઓ અને એક સોનાની પેન મળી આવી છે.

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર 18 કલાક સુધી ચાલેલા દરાડામાં અર્પિતાના ફ્લેટમાંથી 3 ડાયરીઓ પણ મળી આવી છે, જેમાં કોડવર્ડમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ છે. તપાસ એજન્સીને ઘરમાંથી 2,600 પાનાનો દસ્તાવેજ પણ મળ્યો છે, જેમાં પાર્થ અને અર્પિતાની સંયુક્ત સંપત્તિનો ઉલ્લેખ છે.

EDએ બુધવારે જ પાર્થ અને અર્પિતાના નજીકના સંબંધીઓના ઘર પર પણ દરાડા પાડ્યા હતા. આ સિવાય EDની ટીમો ઉત્તર 24 પરગણા જિલ્લાના બેલઘરિયા અને રાજદંગા પણ તપાસ માટે પહોંચી હતી. જ્યાંથી રોકડ મળી આવી છે તે અર્પિતાનું ઘર બેલઘરિયામાં છે.

અત્યાર સુધીમાં અર્પિતાના બંને ઘરો પર 44 કલાક સુધી દરાડા પાડવામાં આવ્યા છે, જેમાં 50 કરોડથી વધુ રોકડ અને મોટી માત્રામાં સોનું મળી આવ્યું છે. EDએ અર્પિતાના બેલઘરિયા ટાઉન ક્લબના બે ફ્લેટમાંથી એક ફ્લેટ સીલ કરી દીધો છે. ફ્લેટની આગળ સોસાયટીની નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. તેમાં લખ્યું છે કે અર્પિતાએ મેઈન્ટેનન્સ માટે 11,819 રૂપિયા ચૂકવ્યા નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…