ગૌ પ્રેમી પટેલ પરિવારે દીકરીના લગ્નમાં ગૌમાતાના ગોબર માંથી બનાવ્યો વૈદિક લગ્ન મંડપ

246
Published on: 12:40 pm, Sat, 11 December 21

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે, લોકો આંખ બંધ કરીને લગ્નમાં ખર્ચો કરી રહ્યા છે. ત્યારે ઘણા લોકો ખર્ચો બચાવી સમાજ સેવાનું કાર્ય પણ કરતા બનાવો સામે આવ્યા છે. પરંતુ હાલ એક એવા લગ્ન સામે આવ્યા છે કે જેમાં, એક બહુ પ્રેમી પરિવારે અનોખો લગ્નમંડપ બનાવ્યો હતો. જી હા, ગાયના ગોબરમાંથી ભુજના એક પરિવારે લગ્નમંડપ બનાવી અનોખી પહેલ સમાજમાં શરૂ કરી છે.

વિશ્વમાં કોઈ એવું પ્રાણી નથી, કે જેને માતા અથવા દેવી-દેવતાઓનું સ્થાન અપાયું છે. પરંતુ ગાય માત્ર એક એવું પાણી છે કે જેમને માતાનું માન આપવામાં આવ્યું છે. હાલ પશુપ્રેમી આ પરિવારે પોતાની દીકરીના લગ્નમાં ગાયના પરથી બનેલો મંડપ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ભુજના સુખપર ગામે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં દીકરીના પિતાએ ગાય માતાના સન્માનમાં ગોબરનો લગ્ન મંડપ તૈયાર કરાવ્યો હતો. લાડકી દીકરીના લગ્ન અને વધારે પવિત્ર બનાવવા વૈદિક લગ્ન મંડપ બનાવ્યો હતો. મહત્વની વાત તો એ છે, દીકરી એ જ આ વૈદિક મંડપ બનાવવાની તાલીમ લીધી હતી. શાસ્ત્રોમાં પણ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ગાયના દૂધ અને તેમાંથી બનતી દરેક વસ્તુ અને ગુણકારી માનવામાં આવે છે.

ભુજથી 12 કિલોમીટર દૂર, સુખપર ગામમાં રહેતા કાંતિભાઈ ધનજીભાઈ પટેલના ઘરે પારણા બંધાયા હતા. વહાલસોયી દીકરીના લગ્નમાં કાંતિભાઈ વૈદિક મંડપ બનાવવાનો નિર્ણય કર્યો હતો. લગ્નના બંધને વધારે પવિત્ર બનાવવા આ પરિવારના સભ્યોએ ગાયના મંડપમાંથી ભવ્ય વૈદિક લગ્ન મંડપ તૈયાર કર્યો હતો.

45 વર્ષીય કાન્તીભાઈ પટેલ જણાવતા કહે છે કે, મને નાનપણથી જ ગૌ માતા પ્રત્યે લાગણી અને પ્રેમ રહેલો છે અને છેલ્લા દસ વર્ષથી મારા ઘરે આઠ જેટલી ગાયોનું ભરણપોષણ પરિવારના દરેક સભ્યો કરી રહ્યા છે. આ દરેક ગાયો અમારા પરિવારની જ સભ્યો છે. હાલના સમયમાં, લગ્નમંડપ પાછળ લોકો લાખો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ કાંતિભાઇ પટેલે વૈદિક લગ્ન મંડપ બનાવવાનો નિર્ણય કરી સમાજમાં અનોખી પહેલ શરૂ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…