‘જો વરસે ઓતરા, તો કાઢે છોતરા’ આજથી રાજ્યમાં નક્ષત્ર બદલાતા વધારે સક્રિય થયો વરસાદ

179
Published on: 9:50 am, Tue, 14 September 21

હવામાન વિભાગ દ્વારા અવારનવાર કેટલીક આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય એ રીતે સર્વત્ર જગ્યાએ જળબંબાકાર સર્જાયો છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થતા ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે.

“જો વરસે ઓતરા, તો કાઢે છોતરા”
“જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા”
આ બે કહેવત ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે ખુબ જાણીતી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનુ સૌપ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય શરુ થતી હોય છે. જો આ નક્ષત્રમાં અતિભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે.

“જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા”:
કહેવતમાં એવું જણાવાયું છે કે, આ નક્ષત્રમાં અતિભારે વરસાદ પડતા ધાન્ય પાકોને ખુબ નુકસાન પહોંચે છે. કારણ કે, મોટાભાગના પાકો હવે કાપણીની (પાકવાની) સ્થિતિમાં આવી ગયા હોય છે કે, જે પાકતા પાકને અતિભારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે તેમજ તે પાક ખાવા લાયક રહેતો નથી.

આજથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત: 
આજથી ગુજરાતમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે. 13 તારીખથી લઈને 26 તારીખ સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ રહેશે. 13 તારીખે 03:08 વાગે નક્ષત્રની શરૂઆત થશે. વેધર મોડલ પ્રમાણે આ નક્ષત્રની શરૂઆતમાં ખુબ સારો વરસાદ પડશે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની સંભાવના?
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે તેમજ ભેંસને પાણી ગમતું હોય છે. આની માટે વરસાદ પડવાની સંભાવના થોડી વધુ રહેલી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવનની સાથે વરસાદ પડતો હોય છે. જો ખુબ સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઇ જતો હોય છે. વેધર મોડલ પ્રમાણે પણ નક્ષત્રના શરૂઆતના સપ્તાહમાં ગુજરાતના કોઈપણ ભાગમાં અતીભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.

મિની વાવાઝોડું તૈયાર:
હાલમાં ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તે પૂર્વ રાજસ્થાન પર રહેલ સિસ્ટમ ફરીથી ગુજરાત પર આવી છે એને આધારે પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કેટલાક જિલ્લાઓમાં ખુબ સારો વરસાદ પડયો છે. ગુજરાતમાં 5 થી વધુ જિલ્લાઓ એવા છે કે, જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જો કે, બીજી તરફ બંગાળની ખાડીમાં મોટું લો-પ્રેસર બની ચૂક્યું છે. લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી જઇને ડીપ-ડિપ્રેશન સુધી ગઈ છે. હજુ પણ મજબૂત અવસ્થામાં ફેરવાઈ તેવી સંભાવના રહેલી છે એટલે કે, એક મીની વાવાઝોડું કહી શકાય. આ મીની વાવાઝોડાની અસર ગુજરાતમાં 14,15 તથા 16 તારીખ દરમિયાન જોવા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…