
ભારતમાં સ્ત્રીઓ અને પુરુષો સોનાના દાગીના બારેમાસ પહેરી રાખે છે. પરંતુ આજે આપણે તેના વિશે જાણીશું. દાગીના માત્ર સ્ત્રીની શોભા જ નથી વધારતા. તેમાં પણ સોનાના દાગીના સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદા લાવે છે. મહિલાઓને તેનો વધુ ક્રેઝ હોય છે. ત્યારે ચમકતી આ ધાતુ હેલ્થને કેટકેટલા ફાયદા કરાવે છે તે તમારે અચૂક જાણવા જેવું છે.
ઈન્ફેક્શન નથી થતું
સોનાના દાગીના પહેરવાથી શરીરમાં એનર્જિની સાથે સાથે ગરમી પણ બની રહે છે. બ્લડ સરક્યુલેશન સારું રહેવાથી ડેડ સેલ્સ દૂર થાય છે, અને નવા સેલ્સ બને છે. સોનાના દાગીનાથી શરીરમાં કોઈ પણ પ્રકારના ઈન્ફેક્શનથી બચી શકાય છે. સાથે જ કોઈ ઈજા પણ જલ્દી સારી થાય છે.
બ્લડ સરક્યુલેશન વધારે છે
સોનાના દાગીના પહેરવાથી બ્લ્ડ સરક્યુલેશન સારું થાય છે. બોડીમાં ઓક્સિજનનું સપ્લાય સારું થાય છે. શરીરમાં બ્લડ સરક્યુલેશન વ્યવસ્થિત હોય તો દિલની બીમારીઓ થતી નથી.
કઈ ગોલ્ડ જ્વેલરી કેટલી અસર કરે છે
માથા પર ટીકા લગાવવાથી એકાગ્રતા વધે છે. કાનમાં બુટ્ટી પહેરવાથી નાક-કાન-ગળા સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે. બાજુબંધ પહેરવાથી હાર્ટ અને લીવર સંબંધી તકલીફો ઘટે છે અને એનર્જિનો સંચાર થાય છે. ગળામાં ચેઈન પહેરવાથી રીઢના હાડકાના ઉપરી ભાગમાં જોડાયેલા સમસ્યાઓમાંથી રાહત મળે છે.
અંગૂઠી પહેરવાથી દાંત, જીભ, કાન, ચેસ્ટ અને અનિંદ્રાની તકલીફોનું સમાધાન થાય છે. પગની વીંછી પહેરવાથી મહિલાઓને ગર્ભાવસ્થામાં થતી સમસ્યાઓમાં મુક્તિ મળે છે.
સ્કીન માટે ફાયદાકારક
ગોલ્ડમાં રહેલા અનેક મિનરલ્સને કારણે નોન-ટોક્સિક હોય છે, અને કોઈ બીજા મેટલને મળવા પર જલ્દી રિએક્ટ નથી કરતું. તેને પહેરવાથી દરેક પ્રકારની ત્વચાને ફાયદો થાય છે. ગોલ્ડ જ્વેલરીની કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી હોતી.