રામદેવપીર મહારાજના આ મંદિરમાં માથું ટેકવાથી દુર થાય છે તમામ દુઃખ-દર્દ, સેકંડો શ્રદ્ધાળુઓ અહીં આવી…

144
Published on: 12:08 pm, Mon, 29 November 21

ભારત દેશમાં ઘણા એવા ચમત્કારિક મંદિર છે કે, જેના દર્શન માત્રથી તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને તમામ દુઃખો દૂર થઈ જાય છે. આજે આવા જ એક મંદિર ની વાત અહીંયા કરવાના છીએ કે, જ્યાં માથુ ટેકવા થી જ તમામ દુઃખો દૂર થઈ જાય છે. ગુજરાતના હળવદ પાસે આવેલા નકલંગ ધામ મંદિરમાં સેંકડો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને રામદેવપીર મહારાજના ચરણોમાં માથુ ટેકવી રહ્યા છે. અહીંયા આવતા લાખો ભક્તોનું માનવું છે કે, મહારાજ રામદેવપીર ના ચરણોમાં માથુ ટેકવા થી જ મારા તમામ દુઃખો દૂર થઈ ગયા છે. દિવસેને દિવસે આ મંદિરમાં ભક્તોની શ્રદ્ધા વધી રહી છે અને વધુમાં વધુ લોકો દર્શનાર્થે આવી રહ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ મંદિર રામદેવપીર મહારાજ નું છે, આ મંદિરમાં એક રાક્ષસ નું મુખ આવેલું છે અને તેની અંદર પરિક્રમા બનાવવામાં આવી છે. આ પરિક્રમામાં અલગ-અલગ મૂર્તિઓના દર્શન થાય છે.

પરિક્રમા ની વાત કરીએ તો, સૌથી પહેલા પરશુરામ જી ની મૂર્તિ જોવા મળે છે અને આ મૂર્તિની આસપાસ હિંગળાજ માતાની મૂર્તિના દર્શન થાય છે. સુતેલી મુદ્રામાં રહેલી આ મૂર્તિના હરકોઈ દર્શન કરવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે આવી જ એક મૂર્તિ ચોટીલા નજીક કાળાસરમાં સ્થિત છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આજના દર્શન માત્રથી જ જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

આ મંદિરની વાત કરીએ તો, આ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે. અહીંયાની દરેક ગાયો ને પવિત્ર માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અહીંયાના શ્રદ્ધાળુઓનું માનવું છે કે, રામદેવપીર મહારાજ ના દરબારમાં માથું એકતા જ તમામ દુઃખો દૂર થઈ જાય છે. દિવસેને દિવસે આ મંદિરમાં કેટલાય લોકો દર્શને આવે છે અને પોતાના દુઃખ દર્દ દૂર કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…