આજે આમે તમામ ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ જે અંતર્ગત ખેડૂતોને ઘણીબધી નવા નવા પ્રકારની માહિતી જાણવા મળશે આપનાં રાજ્યના ઘણા બધા ખેડૂતો ઘણા ખેડૂતો ફરિયાદ કરતા હોય છે કે તેમને ઘઉંની સારી ઉપજ મળતી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોએ ઘઉંની વિવિધ જાતો ઉગાડવી જોઈએ જેથી કરીને તેઓ સારો નફો પણ મેળવી શકે.
આજે આપણે જે ઘઉં વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર દેખાવમાં જ નહીં પરંતુ ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક છે અને ખેડૂતોને બમ્પર નફો પણ આપે છે. શરબતી ઘઉંને ‘ગોલ્ડન ગ્રેન’ પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે. ઉપરાંત, તે હથેળી પર રાખતા વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે. તો ચાલો જાણીએ તેની ખેતી વિશે.
લગભગ સૌં કોઈ આવાત જાણતા હશે કે આપણા રાજ્યમાં તેમજ આજુબાજુના પંથકમાં ગુજરાતના લોકો શરબતી ઘઉં ખાય છે તે મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં આ વખતે ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. સારી ઉપજ છતાં 1 લાખ નાના ખેડૂતોને સારા ભાવ મળ્યા નથી. સરકારે બાંધેલા ભાવથી નીચે વેચાણ કરવું પડ્યું છે. મોટા 100 ખેડૂતોએ લાખ-કરોડના ઘઉં વેચ્યા છે તેઓ લાખો પતિ બન્યા છે.
મધ્યપ્રદેશના પ્રદેશોમાં, વરસાદી પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, શરબતી ઘઉંની જમીનમાં પોટાશનું પ્રમાણ વધુ છે અને ભેજ ઓછો છે. પરિણામે, સામાન્ય ઘઉંના લોટની તુલનામાં ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 2% વધે છે. આનાથી શરબતી ઘઉંના પાકમાં જંતુનાશકોના ઉપયોગની જરૂરિયાત ઓછી થાય છે. અને આ જ કારણ છે કે, શરબતી ઘઉંના પાકનો લોટ નિઃશંકપણે બાકીના લોટ કરતાં વધુ સારા લોટ તરીકે લાયક છે.
ચાલો આજે જાણીએ શરબતી ઘઉંની ખાસિયત તથા વિશેષતાઓ
1). દેશમાં ઉપલબ્ધ ઘઉંનો સૌથી પ્રીમિયમ પ્રકાર “શરબતી” છે.
2). સિહોર પ્રદેશ(MP)માં શરબતી ઘઉં વિપુલ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
3). સિહોર પ્રદેશ(MP)માં કાળી અને કાંપવાળી ફળદ્રુપ જમીન છે જે શરબતી ઘઉંના ઉત્પાદન માટે યોગ્ય છે.
4). શરબતી ઘઉંને ગોલ્ડન ગ્રેન (Golden Grain)પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો રંગ સોનેરી છે.
5). ઉપરાંત, તે વજનમાં ભારે લાગે છે અને તેનો સ્વાદ મીઠો છે, તેથી તેનું નામ શરબતી છે.
6). સિહોર જિલ્લામાં શરબતી ઘઉંનું વાવેતર 40390 હેક્ટર વિસ્તારમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન 109053 મિલિયન ટન છે.
આજ શરબતી ઘઉંની વિશેષતા અને તેમાંથી મળતા પોષક તત્વો ની વાત કરીએ અને માહિતી આપીએ તો તે અત્યંત પૌષ્ટિક છે અને તેમાં લગભગ 113 કેલરી, ચરબી (1 ગ્રામ), કાર્બોહાઇડ્રેટ (21 ગ્રામ ડાયેટરી ફાઇબર સહિત), પ્રોટીન (5 ગ્રામ), કેલ્શિયમ (40 મિલિગ્રામ) અને આયર્ન (0.9 મિલિગ્રામ) પ્રતિ 30 ગ્રામ છે. આ સિવાય તે મેગ્નેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ, ઝિંક અને મલ્ટી વિટામિન જેવા પોષક તત્વોથી ભરપૂર છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…