અમદાવાદ થયું જળબંબાકાર: જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાતા – જુઓ તારાજીના LIVE દ્રશ્યો

Published on: 3:19 pm, Mon, 11 July 22

અમદાવાદ: શહેરમાં ગઈકાલથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સાથે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત અમદાવાદના આયોજનનગર, બોપલ, સિંધુભવન રોડ અને હેલ્મેટ સર્કલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે.

બેઝમેન્ટમાં મૂકેલા વાહનો પાણીમાં થઇ ગયા ગરકાવ:
આ દરમિયાન શહેરના પ્રહલાદનગર રોડ પર ઔડાના તળાવની પાળી તૂટતા તળાવના પાણી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ફરી વળતા આખેઆખું પાણીથી ભરાય ગયું છે. બેઝમેન્ટમાં મૂકેલા વાહનો બેઝમેન્ટના પાણીમાં ગરકાવ થઇ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો પર તળાવના પાણી ફરી વળતા બેઝમેન્ટ જાણે કે દરિયો થઇ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

પાણીમાં અમદાવાદના શાસકોની ‘આબરૂ’ ધોવાઈ:
ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અતિ ભારે વરસાદને પગલે અમદાવાદમાં જળબંબાકારમી સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.

આજે દેખાયું કેટલા ‘વિઝનરી’ છે અમદાવાદના શાસકો:
જાણવા મળ્યું છે કે, અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસમાં બસ ફસાવાને કારણે આ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે ફાયર વિભાગની ટીમ દ્વારા બસને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અતિ ભારે કાર્સદને પગલે દરેકને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અમદાવાદીઓને જળભરાવથી રાહત ક્યારે?:
આ સિવાય મુશળધાર વરસાદના કારણે એરપોર્ટ પર પણ પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે એરપોર્ટમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અહેવાલ મુજબ, અમદાવાદમાં રાત્રિ દરમિયાન 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના લીધે અનેક વાહનો પાણીમાં બંધ થઇ ગયા હતા તો ક્યાંક કાર પણ ખાડામાં ગરકાવ થઇ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

શહેરનો સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ:
વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા, સરસપુર, આંબાવાડી સહિતના વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…