‘ટારઝન ધ વન્ડર કાર’ ફિલ્મ સૌ કોઈને યાદ જ હશે. આ ફિલ્મ 2004માં આવી હતી, આ ફિલ્મમાં ડ્રાઈવર વગર જ ચાલતી કારે સૌ કોઈના દિલ જીતી લીધાં હતાં. આજે આવીજ એક ઘટના સામે આવી છે જેમાં ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરે લોકોના હોશ ઉડાવી દીધા હતા. આ ઘટનાએ લોકોને અચંબામાં મૂકી દીધા હતા.
આ કિસ્સો ડીસામાં આવેલા દામા નજીક સર્જાયો હતો. અહી એક ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલતું જોવા મળ્યું હતું આ ઘટનાએ તમામ લોકોને અચંબામાં મૂકી દીધા હતા. ટ્રેક્ટર ડ્રાઈવર વગર સીધું આવ્યું અને એક ગાડીને જોરદાર ટક્કર મારી હતી. તમે બધા લૂકોએ ‘ટારઝન ધ વન્ડર કાર’ તો જોઈ જ હશે ત્યારે આજે તમે ‘ટારઝન ધ વન્ડર ટ્રેક્ટર’ જોવો.
દામા ગામ પાસે એક ખુબજ વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરે ગાડીને ટક્કર મારી હતી. આ ઘટનાથી ખુબજ ભાગદોડ મચી ગઇ હતી. પણ સારી વાત એ છે કે, આ વિચિત્ર અકસ્માતમાં કોઈને જાનહાનિ થય નથી.
ડ્રાઈવર વગર જ ચાલવા લાગ્યું ટ્રેક્ટર ‘ટારઝન ધ વન્ડર ટ્રેક્ટર’ pic.twitter.com/X0rhf9zzuD
— Trishul News (@TrishulNews) February 4, 2023
પરંતુ આ અકસ્માતમાં ગાડી પેટ્રોલપંપની ઓફિસમાં ઘૂસી ગઈ હતી અને બોવ મોટું નુકસાન થયું હતું. અકસ્માત થયો ત્યારે ત્યાં મોજુદ લોકો પણ ટ્રેક્ટરને ચાલતું જોઇને અચંબામાં મુકાઈ ગયા હતા. ટ્રેક્ટર લગભગ 100 ફૂટ દૂરથી ચાલક વગર જ ચાલી રહ્યું હતું.
ઘટના એમ હતી કે, જે વ્યક્તિ ટ્રેક્ટર ચાલવી રહ્યો હતો એ બેભાન થઈને પડી ગયો હતો અને ત્યાર બાદ પણ ટ્રેક્ટર ચાલુ જ રહ્યું હતું. આ ટ્રેક્ટર ડિવાઈડર ઓળંગીને લગભગ 100 ફૂટ સુધીને ચાલીને ગાડીને ટક્કર મારી હતી. આ ઘટનામાં ગાડીને મોટું નુકસાન થયું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…