જુઓ કેવી રીતે સુરતમાં રસ્તે ચાલી જતી ગૌમાતા અચાનક જમીનમાં સમાઈ ગઈ- વિડીયો જોઇને ચોંકી ઉઠશો

172
Published on: 10:53 am, Sat, 4 December 21

સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં રોડ તો સમજ્યા પરંતુ હવે ગટરના ઢાંકણા પણ સુરક્ષિત નથી. હાલ જ મળતી માહિતી અનુસાર, રસ્તે જતી કાર અચાનક ગટરનું ઢાંકણું તોડીને ગટરમાં પડી હતી. આ દૃશ્ય જોનાર આ લોકોની આંખો હોળી ને પહોળી થઈ ગઈ હતી. એવું નથી કે ગટર ખુલ્લી હતી, પરંતુ ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું, તને ગૌમાતા ગટરમાં ખાબકી હતી. આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ ઘટના સર્જાતા જ ગણતરીના સમયમાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેસીબીની મદદથી રોડ ખોદીને ગાયને બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે કે, હલકી ગુણવત્તાવાળા ઘટનાને કારણે આ ઘટના સર્જાઈ છે.

સુરત મનપાના કામ પર ઉઠાવ્યા સવાલો!
સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, સરકાર ગાયને માતાનો દરજ્જો અને હક્ક આપવા સતત અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ સુરક્ષિત કેવી રીતે રહે તેનો વિચાર નથી કરી રહી. સાથોસાથ અમુક લોકોએ જણાવ્યું છે કે, ‘શું તેનું તંત્ર ક્યારે જાગશે?’ દ્રશ્ય જોનારા લોકોએ કહ્યું કે, જો ગાયનો પર ગટરના ઢાંકણા ઉપર પડ્યો, ત્યારે જ ગટરનું ઢાંકણું તૂટ્યું હતું અને ગાય ગટરમાં ખાબકી હતી. સાથોસાથ મહાનગરપાલિકા ના કાર્ય પર ઘણા સવાલો પણ ભવ્યતા.

કલાકોની જહેમત બાદ ગાયનું સફળ રેસ્ક્યુ થયું
સ્થાનિકોએ વધુમાં કહેતા જણાવ્યું હતું કે, ઘટના સર્જાતા જ ફાયર નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘણા પ્રયાસો બાદ ગાય બહાર ન નીકળતા, જેસીબીથી ખાડો ખોદવામાં આવ્યો હતો. અને કલાકોની જહેમત બાદ ગાયનું સફળ રેસ્ક્યુ થયું હતું. સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે કે કેટલી જહેમત બાદ જવાનોએ ગાયનો રેસ્ક્યુ કરીને ગૌમાતા નો જીવ બચાવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…